નવસારીના ચિખલીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ ઇંચથી વધુ વરસાદ 

0
168

નવસારીના ચિખલીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ ઇંચથી વધુ વરસાદ 

રાજ્યના બે તાલુકાઓમાં ૩ ઇંચ જયારે ૭ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો

ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ કુલ ૪૮ ટકાથી વધુ વરસાદ 

નવસારીના ચિખલીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ ઇંચથી વધુ વરસાદ  વરસ્યો છે.  રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નવસારી જિલ્લાના ચિખલી તાલુકામાં સૌથી વધુ ૧૧૬ મિ.મી. એટલે કે, ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જયારે નવસારીના ગણદેવી અને અમરેલી જિલ્લાના અમરેલી તાલુકામાં ૩ ઇંચ વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ તા. ૧૩ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬ વાગ્યાની સ્થિતિએ ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૮.૪૭ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૧૨.૦૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૫.૮૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૦.૭૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૩૮.૧૫ ટકા, જયારે પૂર્વ ગુજરાતમાં ૩૫.૫૨ ટકા વરસાદ વરસ્યો છે.નવસારી જિલ્લાના ખેરગામ ,નવસારી અને ઉમરપાડા, તાપીના ડોલવણ અને કુકરમુંડા, વલસાડના ઉમરગામ તેમજ નર્મદા જિલ્લાના તિલકવાડામાં સરેરાશ ૨ ઇંચથી વધુ વરસાદ થયો છે.  રાજ્યના ૧૫ તાલુકા એટલે કે, વલસાડ, ભરૂચ, નસવાડી, લીમખેડા, ગરુડેશ્વર, પાલડી, વાપી, સુરતના માંડવી અને માંગરોળ, પાદરા, મહુવા, દેવગઢ બારિયા, ઝગડિયા, બરવાળા અને બોડેલી ૧ ઇંચથી વધુ જયારે વિવિધ ૧૫ તાલુકાઓમાં સરેરાશ અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આગામી 5 દિવસ ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. તથા સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે.અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં વરસાદની આગાહી છે. તેમજ 16,17,18, 19 જુલાઈએ ભારે વરસાદની આગાહી છે. વરસાદી ટર્ફ, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ રહેશે. 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. તથા અમદાવાદ, ગાંધીનગરમાં 16 જુલાઈ બાદ સારો વરસાદ પડશે. આગામી 4 થી 5 દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ