રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાશે
ભાજપના ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી
કેસરીસિંહ ઝાલા અને બાબુભાઇ દેસાઈએ ઉમેદવારી નોંધાવી
રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. જેમાં ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે. પ્રથમ બેઠક માટે કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરે ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે બીજા બે ઉમેદવારો તરીકે ભાજપે બાબુભાઇ દેસાઈ અને કેસરીસિંહ ઝાલાની પસંદગી કરવામાં આવી છે.આ બને ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મંત્રીઓ અને સમર્થકોની હાજરીમાં વિધાનસભામાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
ઉમેદાવરી નોંધાવ્યા બાદ કેસરીસિંહ ઝાલાએ શું કહ્યું ?
કેસરીસિંહ ઝાલાએ ઉમેદવારી નોંધાવ્યા બાદ જણાવ્યું હતું કે રાજ્યસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવા બદલ વડાપ્રધાન નરેદ્ર મોદી અને પક્ષનો ખુબ આભાર માનું છું. અને ગુજરાતના હિત માટે હું કાર્ય કરતો રહીશ.
ઉમેદાવરી નોંધાવ્યા બાદ બાબુભાઇ દેસાઈએ શું કહ્યું ?
ઉમેદાવરી નોંધાવ્યા બાદ બાબુભાઇ દેસાઈએ રાજ્યસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવા બદલ વડાપ્રધાન મોદી , ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જેપી નડ્ડાનો આભાર માન્યો હતો
સીએમની હાજરીમાં ભર્યા ફોર્મ
બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ અને કેશરીદેવસિંહ ઝાલાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં રાજ્યસભાની ઉમેદવારીનું ફોર્મ ભર્યુ હતુ. આ નામ સામે આવતાની સાથે જ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો.
કોંગ્રેસે નથી કરી ઉમેદાવારોની જાહેરાત
ગજુરાત વિધાનસભામાં કોંગ્રેસ પાસે પુરતો સંખ્યાબળ ના હોવાને કારણે રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામોની જાહેરાત કરી ન હતી.