હાર્ટએટેક ના કેસોમાં થઈ રહ્યો છે વધારો , સાવધાન રહો !

0
171

હાર્ટએટેક ના કિસ્સામાં જોરદાર ઉછાળો થયો છે. ફક્ત સાત દિવસમાં હ્રદયરોગના ૧૫૪૨ ઈમરજન્સી કેસો નોંધાયા છે. રોજના અંદાજે ૨૨૦થી વધુ કેસ નોંધાયા છે.

હાર્ટએટેક
હાર્ટએટેક


યુવાનોમાં એક બાદ એક હાર્ટએટેકના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે જુલાઈ મહિનાની શરૂઆતમાં સાત જ દિવસમાં હ્રદય રોગના કિસ્સા વધ્ય છે.

આ વર્ષે ચાલુ સમયગળા દરમિયાન ૧૫૪૨ ઈમરજન્સી કેસ એમ્બ્યુલન્સને મળ્યા છે. જે સમાન સમયગાળામાં ગત વર્ષે ૯૮૭ હતા. એકદરે જો વાર કરીએ તો કાર્ડિયાક ઈમરજન્સીના કેસો માં વધારો થયો છે.આ કેસોમાં સીધો 56 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે રોજના સરેરાશ 141 કેસ આવતા હતા, જે અત્યારના એક જ સપ્તાહમાં રોજના 220 કેસ નોંધાયા છે.

અકસ્માત
અકસ્માત
  • વાહન અક્સ્માતની સંખ્યામાં થઇ રહ્યો છે વધારો

જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં ટ્રોમાં વેહિક્યુકરના ૨૪૨૪ કેસ નોંધાયા છે, તો આ જ કેસોની સંખ્યા જુલાઈ મહિનાના પ્રથમ સાત દિવસોમાં વધી છે. જુલાઈ મહિનાના પ્રથમ સાત દિવસ દરમિયાન ટ્રોમાં વેહિક્યુકરના ૨૭૭૬ કેસ નોંધાયા છે. અને જો રોજની સરેરાશ કાઢીએ તો રોજના અંદાજીત ૩૯૭ કેસો સામે આવે છે. વાહનો સ્લીપ થવાના કારણે ઈમરજન્સીના કેસોના પ્રમાણમાં વધારો થયો છે .

પેટમાં દુઃખાવો
પેટમાં દુઃખાવો
  • પેટમાં દુઃખાવા સંબંધીત તકલીફોમાં પણ વધારો થયો છે. પેટમાં દુખાવા સંબંધી તકલીફના જુન મહિનાના છેલ્લા સપ્તાહમાં 3022 કેસ હતા, જોકે 1થી 7 જુલાઈ 2023ના અરસામાં 3562 ઈમરજન્સી કેસ આવ્યા છે.
શ્વાસમાં થતી તકલીફ
શ્વાસમાં થતી તકલીફ
  • શ્વાસ લેવામાં તકલીફ અંગેના કેસ ગત સપ્તાહની સરખામણીએ 12.30 ટકા વધ્યા છે. ગત જુનના છેલ્લા સપ્તાહની સરખામણીએ જુલાઈના પહેલા સપ્તાહમાં હાઈ ફિવરના કોલ્સમાં 9 ટકા જેટલો ઉછાળો આવ્યો છે.

હાર્ટએટેક વિષે માહિતી મેળવવા નિહાળો આ કાર્યક્રમ વિગતવાર માહિતી સાથે

PMJAY-MA યોજનાના લાભ થકી આપને મળી શકે છે લાભ