Home Desh મણિપુરમાં હિંસા યથાવત:પોલીસ કર્મીનું મોત

મણિપુરમાં હિંસા યથાવત:પોલીસ કર્મીનું મોત

0
563

મણિપુરમાં હિંસા યથાવત

રવિવારે રાત્રે ફાયરિંગમાં પોલીસ કર્મીનું મોત

ફાયરિંગમાં 10 લોકો થયા ઘાયલ

મણિપુરમાં હિંસા યથાવત છે.મણિપુરમાં ફાટી  નીકળેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. મણિપુરમાં શનિવારે રાતે પણ હિંસા યથવાત રહી હતી.જેમાં એક પોલીસ કર્મીનું મોત નીપજ્યું છે.જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે  રાતે 3 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી શાંતિ હતી. જો કે, આ પછી ફાયેંગ અને સિંગડા ગામોમાંથી અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબારમાં કાંગપોકપી જિલ્લાના કંગચુપ વિસ્તારમાં ગામો અને પહાડીઓને નિશાન બનાવવામાં આવી હતી. ફાયરિંગની ઘટનામાં વધુ જાનહાનિ થઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે ફાયરિંગ સમાપ્ત થયા બાદ જ ચોક્કસ આંકડાઓ જાણી શકાશે.

આ કેસ છે

ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં 3 મેના રોજ ફાટી નીકળેલી જાતિ હિંસામાં લગભગ 150 લોકોએ જીવ ગુમાવ્યા છે અને એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. વાસ્તવમાં, મણિપુરનો મીતેઈ સમુદાય તેમને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યો છે. તેની સામે 3 મેના રોજ રાજ્યના પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકતા કૂચ કાઢવામાં આવી હતી, જેના પગલે રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી.

હિંસા આ રીતે શરૂ થઈ

ચુરાચંદપુર જિલ્લામાંથી તણાવ શરૂ થયો હતો. તે રાજધાની ઇમ્ફાલથી દક્ષિણમાં લગભગ 63 કિલોમીટર દૂર છે. આ જિલ્લામાં કુકી આદિવાસીઓ વધુ છે. 28 એપ્રિલે, ધી ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે સરકારી જમીન સર્વેક્ષણના વિરોધમાં ચુરાચંદપુરમાં આઠ કલાકના બંધની જાહેરાત કરી હતી. થોડી જ વારમાં આ બંધે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તે જ રાત્રે બદમાશોએ તુઇબોંગ વિસ્તારમાં વન વિભાગની ઓફિસને આગ ચાંપી દીધી હતી. 27-28 એપ્રિલની હિંસામાં મુખ્યત્વે પોલીસ અને કુકી આદિવાસીઓ સામસામે હતા.બરાબર પાંચમા દિવસે એટલે કે 3 મેના રોજ, મણિપુરના ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયને ‘આદિવાસી એકતા માર્ચ’ કાઢી. તે મેઇતેઇ સમુદાયને એસટીનો દરજ્જો આપવા સામે હતો. અહીંથી પરિસ્થિતિ વણસી ગઈ. આદિવાસીઓના આ પ્રદર્શન સામે મીતેઈ સમુદાયના લોકો ઉભા થયા. લડાઈમાં ત્રણ પક્ષો હતા.ત્યારથી શરૂ થયેલી હિંંસા હાલમાં પણ યથાવત છે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શું અપીલ કરી,વાંચો અહીં

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે