દેશના આ મંદિર માં લગાવાયું ફાટેલા જીન્સ ઉપર પ્રતિબંધ- શ્રધ્ધાળુઓ માટે ડ્રેસ કોડ લાગુ કરાવાયો

    0
    167
    મંદિર ડ્રેસકોડ
    મંદિર ડ્રેસકોડ

    સમાન્ય રીતે મંદિરો માં લોકો કોઇ પણ પ્રકારના કપડા પહેરીને જતા હોય છે, પણ હવે દેશના અનેક મંદિરો માં ડ્રેસ કોડ લાગુ કરવામા આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને મહિલાઓ અને પુરુષો બન્ને માટે ડ્રેસ કોડ હોય છે, આ ડ્રેસકોડમાં વિવિધતા પણ જોવા મળે છે, મંદિરો માં અશ્લિલ કપડા, ઓછા કપડા અથવા ફાટેલા પ્રકારના કપડા ન પહેરવાની સલાહ અપાય છે, ત્યારે ઝારખંડ મહાદેવ મંદિરમાં આવતા ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. મંદિર પ્રશાસને ભક્તોને નાઈટ સૂટ, ફાટેલા જીન્સ વગેરે પહેરીને ન આવવા જણાવ્યું છે.

    મળતી માહિતી પ્રમાણે મંદિરના ગેટ પર એક પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે કે હાફ પેન્ટ, બરમુડા, મિની સ્કર્ટ, નાઈટ સૂટ, ફાટેલી જીન્સ, ફ્રોક વગેરે પહેરીને બહારથી જ દર્શન કરવા.

    મંદિર પ્રશાસન દ્વારા મંદિરની બહારના ગેટ પર લગાવવામાં આવેલા પોસ્ટરમાં તમામ મહિલાઓ અને પુરુષોને મર્યાદિત વસ્ત્રો પહેરીને મંદિરમાં આવવા વિનંતી કરવામાં આવી છે.

    મંદિર પ્રશાસને આશા વ્યક્ત કરી છે ,કે ભક્તો ભારતીય સંસ્કૃતિને સરળતાથી આત્મસાત કરવામાં તેમને સહકાર આપશે.

    ડ્રેસ કોડ અંગે ઝારખંડ મહાદેવ મંદિરના પ્રમુખ જયપ્રકાશ સોમાણીએ જણાવ્યું હતું કે, જે ભક્તો અહીં ઘણા સમયથી આવે છે તેઓ અમને વિનંતી કરતા હતા કે, જે લોકો ફાટેલા જીન્સમાં, મિની સ્કર્ટમાં, બરમુડા પહેરીને મંદિરમાં આવે છે, તે ભારતીય સંસ્કૃતિ વિરુદ્વ છે. 

    પોસ્ટર પર પ્રતિક્રિયા આપતાં એક મહિલા ભક્તે કહ્યું, ‘આ એક સારો નિર્ણય છે. આનાથી આપણી સનાતન સંસ્કૃતિને વેગ મળશે. અન્ય મંદિરોમાં પણ તેનો અમલ થવો જોઈએ.

    તે જ સમયે, તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીરમાં, જમ્મુના ‘બાવે વાલી માતા’ મંદિર પ્રશાસને પણ શ્રદ્ધાળુઓને તેમના માથા ઢાંકવા અને પરિસરમાં શોર્ટ્સ અથવા કેપ્રી પેન્ટ પહેરીને ન આવવાની સૂચના આપી છે. 

    મહંત બિટ્ટાએ કહ્યું હતું કે અમે લોકોને શોર્ટ્સ પહેરીને ન આવવાની અપીલ કરી રહ્યા છીએ અને અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભક્તોએ સારા વસ્ત્રો પહેરીને મંદિરમાં આવવુ જોઈએ અને મંદિરની અંદર માથું પણ ઢાંકવું જોઈએ.