સ્માર્ટસિટી અમદાવાદ શહેર માં કરોડો રૂપિયાની પ્રિ મોનસુન કામગીરી કરવા છતાં પણ વરસાદમાં રોડ રસ્તા નું ધોવાણ થયું.કહેવાય છે કે અમદાવાદ શહેર ના પૂર્વ વિસ્તાર કરતા પશ્ચિમના વિસ્તારોમાં વિકાસ સારો થયો છે પણ ખરી વાસ્તવિકતા ની વાત કરવામાં આવે તો શહેરના રાણીપ ,નવા વાડજ તેમજ થલતેજ મેટ્રો સ્ટેશનના રોડ રસ્તાની હાલત ખરાબ છે. અમદાવાદ શહેર ના રાણીપ મેટ્રો સ્ટેશન ,વાડજ મેટ્રો સ્ટેશન તેમજ થલતેજ મેટ્રો સ્ટેશનના નીચેના રોડ પર ખાડા પડી જતા રોડની હાલત ખરાબ થઈ ગઈ છે..
બીજી તરફ છેલ્લા ચાર ચાર વર્ષોથી થલતેજ ગામના લોકો મેટ્રોની કામગીરી લઈને ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે તેનું કારણ છે કે થલતેજમાં મેટ્રો સ્ટેશન ની કામગીરી દરમિયાન તેમજ હાલમાં મેટ્રોના પીલરો નું કામ ચાલી રહ્યું છે ત્યારે ચોમાસામાં અહીં નર્કગાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિક લોકો છેલ્લા ચાર ચાર વર્ષોથી મેટ્રોની કામગીરીને કારણે રોડ બંધ થવાના કારણે ધંધા રોજગાર પડી ભાંગ્યા છે ત્યારે હવે બેરીકેટ કરીને રોડ ખુલ્લો મુકાયો છે ત્યારે તેમાં પણ કાચા રોડના કારણે લોકોની હાલત બત્તર બની ગઈ છે .ત્યારે ગંદકીના ઢગ ઠેર ઠેર જોવા મળે છે..
થલતેજ ગામના રસ્તે જોવા મળે છે તેમજ વરસાદી પાણી ભરાવાના કારણે અહીં મચ્છરોનો ઉપદ્રવ થયો છે ત્યારે અહીંના સ્થાનિક લોકો અને વેપારીઓ તંત્રની કામગીરીથી થાકી ગયા છે. અહીં કોન્ક્રીટ ના કાચો રોડ નાખવાથી એક ફૂટ રોડ ઊંચો કરી દેવાયો છે.ત્યારે રોડની બંને તરફ પાણી ભરવાના કારણે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે
ત્યારે અહીંના અનેક ઘરોમાં રોગચાળો વકર્યો છે ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે અહીં મેટ્રોની કામગીરી સમયસર પૂરી થાય ત્યાં સુધી રોડ રસ્તાની હાલત સુધારવામાં આવે તેમ જ રોજબરોજ કચરો ઉપાડવામાં આવે.અહીં અનેક દુકાનદારો ધંધો ઠપ થઈ જતા દુકાનો ખાલી કરીને પણ જતા રહ્યા.. ઉલ્લેખનીય છે કે થલતેજ એ પોશ વિસ્તારમાં આવતો હોવા છતાં થલતેજ મેટ્રો સ્ટેશનથી તળાવ સુધી લોકો અનેક સમસ્યાઓનો રોજ બરોજ સામનો કરે છે..તેનો ઝડપથી ઉકેલ આવેશે કે નહીં તે મોટો સવાલ છે.
સ્માર્ટસિટી અમદાવાદ શહેર માં કરોડો રૂપિયાની પ્રિ મોનસુન કામગીરી કરવા છતાં પણ વરસાદમાં રોડ રસ્તા નું ધોવાણ થયું.કહેવાય છે કે અમદાવાદ શહેર ના પૂર્વ વિસ્તાર કરતા