ફરી શરૂ થઈ અમરનાથ યાત્રા,વાંચો અહીં

0
195

જમ્મુ-કાશ્મીરમાં વાતાવરણમાં સુધારો

અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ

યાત્રાળુઓને મોટી રાહત મળી

અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ છે. છેલ્લા ત્રણ દિવરથી ખરાબ વાતાવરણને કારણે અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી હતી.ત્યારે વાતાવરણમાં સુધારો આવતા ફરીથી શરૂ કરવામાં આવી છે. કાશ્મીરના હવામાનમાં સુધારા બાદ ત્રીજા દિવસે રવિવારે બપોરે બેઝ કેમ્પ બાલતાલ અને પહેલગામથી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જેનાથી યાત્રાળુઓને મોટી રાહત મળી છે. જમ્મુ વિભાગના બેઝ કેમ્પથી યાત્રાળુઓને હજુ પણ આગળ જવાની મંજૂરી નથી.વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર હવામાન અને હાઈવેની સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ માટે શ્રદ્ધાળુઓને રોકી દેવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા બપોર સુધી સ્થગિત કરવામાં આવી છે. ખરાબ હવામાનને કારણે જાથાને જમ્મુ બેઝ કેમ્પથી આગળ વધવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

રાજ્યભરના બેઝ કેમ્પો ભરાઈ ગયા હોવાથી નવી બેચને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. શહેરમાં વિવિધ સ્થળોએ શ્રદ્ધાળુઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુ જિલ્લા પ્રશાસને ટોકન અને તત્કાલ રજીસ્ટ્રેશન મુલતવી રાખ્યું છે. અમરનાથ યાત્રામાં ભાગ લેવા માટે દેશભરમાંથી દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે.બે દિવસમાં લગભગ એક લાખ શ્રદ્ધાળુઓ બાલતાલ, પહેલગામ, ચંદ્રકોટ, શ્રીનગર અને જમ્મુના વિવિધ કેમ્પોમાં ફસાયા હતા. હવામાન વિભાગે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. જો કે, પવિત્ર ગુફામાં સવારે અને સાંજે બંને સમયે આરતી કરવામાં આવી હતી. શુક્રવારથી શરૂ થયેલો વરસાદ રવિવારે સવાર સુધી બંધ થયો ન હતો.શ્રાઈન બોર્ડ સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ થવાને કારણે જમ્મુથી જાથાને મોકલવામાં આવ્યો નથી.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ