એટીએસ એ  પાકિસ્તાની એજન્ટને પકડ્યુ- પટાવાળા તરીકે હતો કાર્યરત

0
174
એટીએસ
એટીએસ

ગુજરાત એટીએસ દ્વારા દેશ વિરોધી તત્વો પર ચાંપતી નજર રાખવામાં આવે છે. તાજેતરમાં જ ગુજરાત એટીએસ દ્વારા આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના ભારતીય મોડ્યુલનો પર્દાફાશ કર્યા કરવામાં આવ્યો હતો. જે બાદ ગુજરાત એટીએસની ટીમે ભુજના બીએસએફ હેડ ક્વાટરમાં પટાવાળા તરીકે નોકરી કરતા અને પાકિસ્તાની એજન્ટને ગુપ્ત માહિતી પહોંચાડનારની ધરપકડ કરી છે.

ગુજરાત એટીએસ ટીમ દ્વારા બાતમી બાબતે ટેકનિકલ વર્કઆઉટ કરી નિલેશ બળીયાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે છેલ્લા પાંચેક વર્ષથી બે.એસ.એફ બટાલિયન 59 ના હેડક્વાર્ટર ભુજ ખાતે સીપીડબ્લ્યુ ડીના ઇલેક્ટ્રીકલ વિભાગની ઓફીસના પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે. તે જાન્યુઆરી 2023માં વોટ્સએપ મારફતે અદીતી તિવારી નામ ધરાવતી પાકિસ્તાની મહિલા એજન્ટ સાથે સંપર્કમાં આવ્યો હતો. અને તેણીની સાથે મિત્રતા થતા પોતે બીએસએફની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હોવાનું જણાવ્યુ હતુ.

મહિલા એજન્ટે નિલેશને જણાવ્યું હતું કે, તેની પાસે ભારતીય સીમા સુરક્ષા તેમજ બીએસએફને લગતા સંવેદનશીલ અને ગુપ્ત માહિતી હોય તો તે માહિતી વોટસએપ ઉપર મોકલી આપે અને તેણે મોકલેલી માહિતી કામની હશે તો તેને સારા એવા પૈસા મળશે. પૈસાની લાલચમાં આવી નિલેશ બળીયાએ આ કામ કરવા માટે હા પાડી હતી.

ત્યારબાદ નિલેશ દ્વારા જાન્યુઆરી-2023 થી 28-06-2023 સુધી બીએસએફ ના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી મોકલી આપી હતી. સામે પાકિસ્તાની એજન્ટ દ્વારા નિલેશના બેંક એકાઉન્ટમાં ટુકેડ ટુકડે ઓનલાઇન વોલેટ મારફતે જુદા-જુદા એકાઉન્ટમાંથી રૂ. 28,800 મોકલવામાં આવ્યા હતા.

ત્યારબાદ શકંમદ નિલેશ બળીયાના ફોનની એફએસએલ મારફતે ટેકનિકલ એનાલીસીસ કરતા તેમાંથી પાકિસ્તાન મહીલા એજન્ટ સાથેની વોટસએપ ચેટ તેમજ કોલ તથા મોકલેલ સંવેદનશીલ અને ગુપ્ત માહિતીના પુરાવા મળી આવ્યા હતા. સાથે માહિતીના બદલામાં મેળવેલા પૈસાની વિગતો, તેના બેન્ક એકાઉન્ટના સ્ટેટમેન્ટમાં મળી આવેલી હતી. પુરાવા મળતા નિલેશ બળીયા તથા પાકિસ્તાની મહિલા એજન્ટ દ્વારા બીએસએફના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી નાણાકીય વળતર મેળવી આપ-લે કર્યાનું ફલિત થતા ગુજરાત એટીએસ દ્વારા ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.