અમદાવાદ: ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળો વકર્યો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં થયો વધારો
જૂન મહિનામાં સાદા મલેરિયાના 56 કેસ નોંધાયા
શૈક્ષણિક સંસ્થા અને કન્સ્ટ્રક્શન સાઈટ પર ચેકીંગ હાથ ધરાયું
અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોદચાળામાં વધારો થયો છે. અમદાવાદમાં માત્ર જૂન મહિના માજ સાદા મલેરિયાના 56 કેસ નોંધાયા છે. જૂન મહિનામાં સાદા મલેરિયાના 56 કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના 25 કેસ નોંધાયા છે. બીજી તરફ મચ્છર જન્ય રોગચાળામાં પણ વધારો નોંધાયો છે. ચિકન ગુનિયાના 2 કેસ નોંધાયા છે.અમદાવાદમાં પાણીજન્ય રોગચાળામાં પણ વધારો થયો છે. પાણીજન્યો રોગચાળામાં ઝાડા ઉલ્ટી ના 755 કેસ , કમળા ના 132 કેસ, ટાઇફોઇડના 297 કેસ , કોલેરાનાં 4 કેસ નોંધાયા છે. અમદાવાદમાં રોગચાળો વકર્યો છે ત્યારે AMCનું તંત્ર કામે લાગ્યું છે. શૈક્ષણિક સંસ્થા અને કન્સ્ટ્રક્શન સાઈટ પર ચેકીંગ હાથ ધરાયું છે. 4 સાઈટને સીલ કરવામાં આવી છે. સ્ક્રેપ મટીરીયલ અને વરસાદી પાણીનો નિકાલ ન કરતા એકમો સીલ કરવામાં આવ્યા છે
મચ્છરજન્ય રોગચાળાના આંકડા
ઝેરી મલેરિયાના 1 કેસ
ડેન્ગ્યુના 25 કેસ
ચિકન ગુનિયાના 2 કેસ
પાણી જન્ય રોગચાળામાં પણ વધારો
ઝાડા ઉલ્ટી ના 755 કેસ
કમળા ના 132 કેસ
ટાઇફોઇડના 297 કેસ
કોલેરાનાં 4 કેસ નોંધાયા
એએમસી દ્વારા શૈક્ષણિક સંસ્થા અને કન્સ્ટ્રક્શન સાઈટ પર ચેકીંગ હાથ ધરાયું , 4 સાઈટ ને સીલ કરવામાં આવી સ્ક્રેપ મટીરીયલ અને વરસાદી પાણી નો નિકાલ ન કરતા એકમો સીલ કરવામાં આવ્યા..
4 સાઈટને સીલ કરવામાં આવી
શિલ્પ એનેક્ષી કોમ્પ્લેક્સ ચાંદખેડા
શાલીન સ્વસ્તિક કન્સ્ટ્રકશન નવરંગપુરા
ઝવેરી ગ્રીન્સ
શિલ્પ રેસીડેન્સી ગોતા
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ