રાજ્યમાં મેઘમહેર : 62 તાલુકામાં વરસાદ

0
269

રાજ્યના 62 તાલુકામાં મેઘમહેર

સુરતના કામરેજમાં પોણા 5 ઈંચ વરસાદ

અનેક જિલ્લાઓમાં એલર્ટ

કડોદ માંડવી સ્ટેટ હાઈવે પર પાણી

રાજ્યમાં મેઘમહેર .રાજ્યના છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.સુરતમાં ચોમાસાની શરૂઆતમાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે.સુરતના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. સુરતમાં  નેશનલ હાયવે ઉપર પણા પાણી ભરાઈ ગયા હતાં. રાજ્યના 62 તાલુકામાં રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે, , સુરતના કામરેજમાં પોણા 5 ઈંચ વરસાદ વરસ્યો હતો.વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં વરસાદને પગલે કડોદ માંડવી સ્ટેટ હાઈવ પર પાણી ભરાયા હતાં.

રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના

રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીએ રાજ્યમાં વરસાદને લઈ માહિતી આપી છે. રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ રેહશે.દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ , નવસારી,સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.સુરતમાં ભારે વરસાદ વરસતા તંત્રની પ્રિ મોનસુન કામાગીરીની પોલ ખોલી ગઈ છે.લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વાંચો અહીં વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બદલી દેવામાં આવ્યું