દિલ્હીમાં વીજ કરંટ લાગવાથી મહિલાનું મોત

0
153

વીજ કરંટ લાગવાથી મહિલાનું મોત

મહિલા વંદે ભારત ટ્રેન દ્વારા ચંદીગઢ જવા માટે નવી દિલ્હી સ્ટેશન પહોંચી હતી

મહિલાની ઓળખ સાક્ષી આહુજા તરીકે થઈ

દિલ્હીમાં વીજ કરંટ લાગવાથી મહિલાનું મોત નીપજ્યું છે. દિલ્હીમાં રેલવે સ્ટેશનની બહાર વીજ કરંટ લાગવાથી એક મહિલાનું મોત થયું છે. પાટનગરમાં સવારથી જ વરસાદ પડી રહ્યો હતો. સ્ટેશનની બહાર પાણી હતું. મહિલા થાંભલાના સહારે બીજી તરફ જઈ રહી હતી. આ દરમિયાન તેને વીજ કરંટ લાગ્યો હતો. એવું માનવામાં આવે છે કે પાણીમાં વીજ કરંટ લાગવાથી મહિલાએ જીવ ગુમાવ્યો હતો. મહિલાની ઓળખ સાક્ષી આહુજા તરીકે થઈ છે. આ મહિલા પૂર્વ દિલ્હીના પ્રીત વિહારની રહેવાસી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.દિલ્હીમાં વીજ કરંટ લાગવાથી મહિલાને જીવ ગમાવવો પડ્યો છે.

વંદે ભારત ટ્રેન દ્વારા ચંદીગઢ જવાનું હતું

મહિલા સવારે જ નવી દિલ્હી સ્ટેશન પહોંચી હતી. મહિલાને વંદે ભારત ટ્રેન દ્વારા ચંદીગઢ જવાનું હતું. પોલીસે જણાવ્યું કે વરસાદને કારણે સ્ટેશનની બહાર પાણી ભરાઈ ગયું હતું. વાહનમાંથી નીચે ઉતર્યા બાદ મહિલા નજીકના પોલની મદદથી પાણીની બીજી તરફ જતી રહી હતી. પોલ પકડી લેતા જ અચાનક તેને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો.

રેલવેએ કહ્યું કે અમારી બેદરકારી નથી

આ મામલે રેલવે દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. રેલ્વેના જનસંપર્ક અધિકારી દીપક કુમારે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે વરસાદના કારણે પાણી ભરાવવાના કારણે વિદ્યુત પ્રવાહને કારણે અકસ્માત થયો હતો. તેમણે કહ્યું કે એવી આશંકા છે કે કેબલમાંથી કરંટ લીકેજ ઇન્સ્યુલેશન ફેલ થવાને કારણે થયો છે. દીપક કુમારે કહ્યું કે રેલવેની કાર્ય વ્યવસ્થામાં આ કોઈ ખામી નથી. તેમણે કહ્યું કે આવી ઘટના ફરી ન બને તે માટે તપાસ કરવામાં આવી રહી છે. CPROએ કહ્યું કે દિલ્હી ડિવિઝનમાં ઇલેક્ટ્રિકલ સેફ્ટી ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે જેથી આવી ઘટનાઓ ફરી ન બને.

વાંચો અહી પશ્રિમ બંગાળમાં રેલ અકસ્માત