ગાંધીનગરમાં પ્રાંત કચેરીને તોડી પડાઈ

0
170

ડિઝાઈનમાં ફેરફાર થયો હોવાથી ઈમારત તોડી પડાઈ : એજન્સી

નિર્માણાધીન ઈમારત તોડવાના કારણે લાખોનું નુકસાન

ગાંધીનગરમાં નિર્માણ પામી રહેલી પ્રાંત કચેરી અચાનક તોડી પાડવામાં આવી છે, જેને લઈને નવો વિવાદ શરૂ થઈ ગયો છે. આ બિલ્ડિંગની ગુણવત્તા અને ડિઝાઈનમાં ફેરફારને લઈને પ્રશ્ન ઊભો થયો હતો, જેના કારણે તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ઇમારતનું ફરી નિર્માણ કરવામાં આવશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. જે એજન્સીને ગાંધીનગર પ્રાંત કચેરીનું નિર્માણ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે એજન્સીએ દાવા કર્યો છે કે, કોન્ટ્રાક્ટ સમયે જે ડિઝાઇન નક્કી કરવામાં આવી હતી તે ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ડિઝાઇન બદલવાને કારણે હવે આ નિર્માણાધીન ઇમારત તોડી પાડવામાં આવી છે.

એક વર્ષ પહેલા આપવામાં આવ્યો હતો નિર્માણ માટેનો વર્ક ઓર્ડર

ફેરફાર કોના ઈશારે કરવામાં આવ્યો તે એક પ્રશ્ન

ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ

એક વર્ષ પહેલા ગાંધીનગર પ્રાંત કચેરીના નિર્માણ માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, પરંતુ હવે જ્યારે બિલ્ડિંગનું નિર્માણ કાર્ય પ્રગતિમાં હતી ત્યારે તેની ડિઝાઇનમાં કોને ફેરફાર કર્યો તે મોટો પ્રશ્ન છે. કારણ કે, નિર્માણાધીન પ્રાંત કચેરીમાં તોડફોડ કરવાને કારણે લાખોનું નુકસાન થયું છે. તંત્રના આ પ્રકારના નિર્ણયોથી લોકોમાં ક્યાંક હાસ્ય સર્જાયું છે તો કેટલાક લોકોમાં અંગે રોષ જોવા મળ્યો છે. કારણ કે, કેટલાક અધિકારીઓના બેફામ વહીવટને કારણે નુકસાન આમ જનતાને ભોગવવું પડે છે. વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઈવ .