ચીનમાં દુર્ઘટના,31 લોકોનાં મોત

0
135

ચીનમાં મોટી દુર્ઘટના

31 લોકોનાં મોત

LPG લીક થતાં રેસ્ટોરન્ટમાં ભયંકર બ્લાસ્ટ 

દુર્ઘટનામાં 31 લોકોનાં મોત

ચીનમાં દુર્ઘટના સર્જાઈ છે. બુધવારે રાત્રે ચીનમાં સર્અજયેલી દુર્હીંઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે યિનચુઆન પ્રાંતમાં એક રેસ્ટોરન્ટમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 31 લોકોના મોત થયા હતા. જ્યારે 7 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉત્તર-પશ્ચિમ ચીનના યિનચુઆનમાં બુધવારે રાત્રે એક બાર્બેક્યૂ રેસ્ટોરન્ટમાં ગેસ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં 31 લોકોના મોત થયા છે અને સાત લોકોની સારવાર ચાલી રહી છે. બ્લાસ્ટ બાદ રેસ્ટોરન્ટ અને આસપાસની દુકાનોમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. તેને ઓલવવા માટે ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. રેસ્ટોરન્ટમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. ચીની પ્રશાસને આગના કારણની તપાસ શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં 38 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જે રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થયો હતો તે સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગઈ છે. આ રેસ્ટોરન્ટની નજીક અન્ય ઘણી રેસ્ટોરન્ટ્સ છે, જેથી આગ અન્ય રેસ્ટોરન્ટમાં પણ ફેલાઈ જવાનો ભય હતો, પરંતુ સમયસર આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નિર્દેશ આપ્યો હતો કે તમામ ઉદ્યોગોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવે.

આ અકસ્માત ડ્રેગન બોટ ફેસ્ટિવલ દરમિયાન થયો હતો

આ વિસ્ફોટ બુધવારે રાત્રે લગભગ 9 વાગે યિનચુઆનના રહેણાંક વિસ્તારમાં ફુયાંગ બાર્બેક્યુ રેસ્ટોરન્ટમાં થયો હતો. યીનચુઆન એ ચીનના નાનજિંગ પ્રાંતની રાજધાની છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં ચીનમાં ત્રણ દિવસીય ડ્રેગન બોટ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો બહાર જાય છે અને મિત્રો સાથે પાર્ટી કરે છે.