ડીસામાં સર્વત્ર વિનાશ!

0
174

લોકોના જાનમાલને ભારે નુકસાન

અનેક ગામો સંપર્ક વિહોણા બનતા

વરનોડા ગામથી નાળી જવાનો માર્ગ બંધ

ડીસામાં સર્વત્ર વિનાશ વેરાયો છે. અહીં બે દિવસમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા, જ્યારે લોકોના જાનમાલને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. બીપરજોય વાવાઝોડાને પગલે થયેલા ભારે વરસાદે ડીસા પંથકને ઘમરોળી નાખ્યું છે, સતત વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં બસ માત્ર પાણી જ પાણી દેખાય છે. વિનાશ વેરાયો છે. ડીસા તાલુકાની અંદાજિત 500 હેક્ટરથી પણ વધુ જમીનમાં પાણી ભરાઈ ગયા છે. ખેતરોમાં ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાતા મોટાભાગના ખેતરો અત્યારે બેટમાં ફેરવાઈ ગયા છે. ડીસામાં અનેક ગામડાઓ સંપર્ક વીહોણા છે. વરનોડા ગામથી નાણી જવાનો માર્ગ પણ બંધ થઈ ગયો છે. ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાતા 15થી 20 જેટલા ગામને જોડતો માર્ગ સંપર્ક બની ગયા છે. ગ્રામજનોએ પશુપાલકો માટે ખાસ ટ્રેક્ટરની વ્યવસ્થા કરી દૂધ ભરવા માટે આવતા તમામ પશુપાલકોને ટ્રેક્ટર પર ફેરીઓ લગાવી ડેરીમાં દૂધ ભરાવવા પહોંચાડ્યા હતા.

અહીં કનેક્ટિવિટી વધારવા સરકારને અનેક રજૂઆત કરાઈ

અગાઉ પણ એક મહિના સુધી આ ગામ સંપર્ક વીહોણુ થઈ ગયું હતું. ગ્રામજનોએ માર્ગને ઊંચો બનાવવાની માંગ કરી હતી, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઈ જ કાર્યવાહી ન થતા આ વખતે ફરી નાણી ગામની આ પરિસ્થિતિ સર્જાઈ છે. જુના ડીસા ગામમાં પણ પાંચથી વધુ ઘરની દીવાલ અને છત ધરાશયી થઈ ગઈ હતી. ગૃહમંત્રીના મામા છોટાલાલ ભણસાલીના મકાનની દીવાલ પણ ધરાશયી થઈ ગઈ હતી, જો કે કોઈ જ દુર્ઘટના સર્જાઈ ન હતી. વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઈવ .