બિપરજોય ગુજરાત રાજસ્થાન જોધપુર, બાડમેરમાં ધોધમાર વરસાદ ચાલુ

0
272

બિપરજોય વાવાઝોડું હવે રાજસ્થાન પોહ્ચિયું છે, ત્યાં વૃક્ષો, થાંભલા, હોર્ડિંગ બોર્ડ પાડવા લાગ્યા છે. જોધપુરમાં સાવચેતી રૂપે શાળા અને સ્કૂલ બંધ રાખવામાં આવ્યા છે. બાડમેરમાં ૪ વાગ્યાથી ધોધમાર વરસાદ પાડવા લાગ્યો છે જેના લીધે ઘણી જગ્યાએ પાણી ભરાવાના ચાલુ થઇ ગયા છે.વાવાઝોડું શુક્રવારે ગુજરાત સાથે હવે રાજસ્થાનમાં પણ એન્ટ્રી મારી લીધી છે.જેમાં નીચાણવાળા ભાગોમાં પની ભરવા લાગ્યા છે.જાલોરમાં પણ વધારે પવન સાથે ધોધમાર વરસાદ આવી રહ્યો છે.જેસલમેર,બાડમેર,સિરોહીમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.

શુક્રવાર સાંજ સુધીમાં વાવાઝોડાની અસર બાડમેરમાં જોવા મળી.સાંજે ૪ વાગ્યે અચાનક વરસાદ શરુ થયો અને પાણી ભરવાના ચાલુ થઇ ગયા.વાવાઝોડાના કારણે શુક્રવાર અને શનિવાર સહીત રાજસ્થાન ના ૫ જિલ્લાઓમાં બિપરજોય ણી અસર રેહશે.૫ જીલ્લામાં રેડ અલર્ટ, ૧૩ જીલ્લામાં ઓરેન્જ અલર્ટમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાળ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાળ IMD મુજબ ૨૪ કલાક દરમિયાન ૨૦૦mm એટલે કે ૮ ઇંચ જેટલો વરસાદ પડવાની વાત કરી છે.૧૬,૧૭ ને ૧૮ વાવાઝોડું સક્રિય રહેવાનું છે.આ સાથે ૫ હાજર લોકોનું સ્થળાંતર પણ થઇ ચૂકયું છે. પાકિસ્તાન સરહદને પાસે આવેલા ગામોમાં વાવાઝોડું વધારે પ્રકોપ બતાવી શકે છે.જેમાં બખાસર, સેડવા, રામસર, ધોરીમના ગામોના લોકોને મદદ કરવામાં આવી રહી છે.જેસલમેરના ડબલા ગામમાંથી ૧૦૦ પરિવારો ૪૫૦ લોકો અને નરેગના કામો અને શિબિરોને લગતી સંસ્થાઓ સરકાર દ્વારા બંધ રાખવામાં આવી છે.

બિપરજોય ગુજરાત રાજસ્થાન જોધપુર, બાડમેરમાં ધોધમાર વરસાદ ચાલુ
બિપરજોય ગુજરાત રાજસ્થાન જોધપુર, બાડમેરમાં ધોધમાર વરસાદ ચાલુ

જોધપુર યુનીવર્સીટી ૧૬-૧૭-૧૮-૧૯ ના રોજની પરીક્ષા મોકૂફ રાખી છે.બાડમેર જોધોપુર વચે દોડતી ટ્રેનો બે દિવસ બંધ રાખવામાં આવી છે.રાજસ્થાનના પશ્ચિમ અને મધ્ય ભાગમાં વાવાઝોડાની અસર વધુ રેહશે તેવું હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.જોધપુર કલેકટર અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના પ્રમુખએ જોધપુરમાં શૈક્ષણિક સંસ્થા, કોચિંગ, જીમ, પ્રવાસન સ્થળો, સમર કેમ્પ ૧૭ સુધી ફરજીયાત બંધ રાખવાનો આદેશ કર્યો છે.પ્રમુખ હિમાંશુ ગુપ્તાનું અનુમાન છે કે ભારે વાવાઝોડા અને ભારે વરસાદ અવાનો છે તો જનતાનું વધુમાં વધુ ધ્યાન રાખવાનું છે.

હોસ્પિટલની બિલ્ડીંગના કાચ તૂટીને નીચે પડ્યા
હોસ્પિટલની બિલ્ડીંગના કાચ તૂટીને નીચે પડ્યા

ઉદેપુરની મહારાણા ભૂપાલ હોસ્પિટલના કાર્ડિયોલોજી ડીપાર્ટમેન્ટ બિલ્ડીંગના એલીવેશનના કાચ તૂટીને નીચે પડ્યા જેનાથી ત્યાં પાર્ક કરેલા વાહનોને નુકસાન પોહ્ચિયું હતું.આમાં ઉદેપુરનું ખેરોડા આર્ડીડા રોડ પાસે વૃક્ષો પણ પડવાના બનાવ જોવા મળ્યા છે.આ વાવાઝોડું સતત ૧૨ કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે.રાત સુધીમાં આ વાવાઝોડું ડિપ્રેશનમાં પરાવર્તન પામશે.

બિરજોય વાવાઝોડા દરમિયાન 700થી વધુ બાળકોનો થયો જન્મ