ગુજરાતમાં બિપર જોયની અસર જોવા મળી

0
203

ગુજરાતમાં બિપર જોયની અસર જોવા મળી

લોકોમાં ભય જોવા મળ્યો

દ્વારકામાં ભારે પવનના કારણે  શેડ ધરાશાયી 

સદનસીબે કોઈ જાનહાનિ નહીં

ગુજરાતમાં બિપર જોયની અસર જોવા મળી હતી.જુદા જદા જિલ્લામાં બિપરજોયની અસરને પગલે દ્વારકામાં ભારે પવન ફુંકાયો હતો.જેના કારણે લોકોમાં ભય જોવા મળ્યો હતો. અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. દ્વારકામાં ટાટા કેમીકલ કંપની પાસે શેડ ધરાશાયી  થયો હતો.જેના કારણે એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને રસ્તા પરથી આ શેડ દુર કર્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.બિપરજોય વાવાઝોડાંને પગલે મોરબીમાં ભારે પવન સાથે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો હતો.ત્યારે મોરબીમાં પણ બિપરજોય વાવાઝોડાંની અસર જોવા મળી હતી. મોરબીમાં  ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.જેના કારણે નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અને  માર્ગો પર પણ પાણી ભરાઈ ગયા હતા.કચ્છના મુન્દ્રા પોર્ટ પર 2200 કિલોના કન્ટેનર હવાથી પડી ગયા હતા. જેમાં મુન્દ્રા પોર્ટ પર બિપોરજોયની અસર જોવા મળી છે. ત્યારે મુન્દ્રામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો

દ્વારકમાં વૃક્ષો ધરાશાયીઃ

The effect of Bipper Joy was seen in Gujarat

દેવભૂમિ દ્વારકામાં બિપરજોયની અસર

જામ ખંભાળિયામાં ભારે પવન ફુંકાયો

રેલ્વે સ્ટેશન રોડ પર ઘટાદાર વૃક્ષ ધરાશાયી

દેવભૂમિ દ્વારકામાં બિપરજોયની અસર જોવા મળી હતી. ભારે પવન ફુંકાયો હતો.જેના કારણે રેલ્વે સ્ટેશન રોડ પર ઘટાદાર વૃક્ષ ધરાશાયી થયો હતો. સ્ટેશન રોડ ઉપર કે કે મોલ નજીક જાહેર માર્ગ પર વૃક્ષ પડતા રોડ બંધ થયો હતો. ફાયર વિભાગ ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું.વૃક્ષની સાથે  વિજ કેબલો પણ જાહેર માર્ગો પર પડ્યા હતા ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને ફાયર વિભાગ દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી  રોડ ખુલ્લો કરાયો હતો. સદનસીબે કોઇ જાનહાનિ થઈ ન હતી

જામનગરઃતમામ ડેપો પરથી બસોનું પરિવહન સ્થગિત

બિપરજોય વાવાઝોડાના પગલે એસ.ટી વિભાગનો મહત્વનો નિર્ણય

JAMNGAR ST

બિપરજોય વાવાઝોડા અન્વયે નાગરિકોને ઓછામાં ઓછી નુકસાની થાય તે હેતુથી જામનગર એસ.ટી.વિભાગ દ્વારા તમામ રૂટની બસો હાલ પૂરતી સ્થગિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.વિભાગ હેઠળના જામનગર, દ્વારકા, ખંભાળિયા, ધ્રોલ તથા જામજોધપુર સહિતના તમામ એસ.ટી.બસ ડેપો પરથી પરિવહન કરતી તમામ રૂટની બસો હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે.સરકાર તરફથી નવી સૂચના મળ્યા બાદ બસોનું પરિવહન પૂનઃ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવશે તેમ જામનગરના વિભાગીય નિયામક સંજય જોશી દ્વારા જણાવાયું હતું

એનડીઆરએફની ટીમે લોકોને સલામત સ્થળે ખસેડ્યા

રૂપેણ બંદર પર એનડીઆરએફની ટીમ તૈનાત

72 નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા

રાજ્યમાં બિપર જોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. વાવઝોડાને કારણે એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી હતી. ત્યારે એનડીઆરએફની ટીમઓ લોકોને પ્રભાવીત વિસ્તારોમાંથી સલામત સ્થળોએ ખસેડ્યા હતા. ગુજરાતમાં NDRF એ રૂપેણ બંદરના નીચાણવાળા વિસ્તારમાંથી 72 નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા હતા

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ