રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસને ‘ગવર્નર ઓફ ધ યર’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. લંડન સેન્ટ્રલ બેંકિંગ દ્વારા દેશની સેન્ટ્રલ બેંકના ગવર્નરને આ સન્માન આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે શક્તિકાંત દાસે રિઝર્વ બેંકના ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ઘણા મોટા નિર્ણયો લીધા છે. હાલમાં જ તેમણે બે હજાર રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરવાનો મોટો નિર્ણય લીધો છે. વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વચ્ચે ફુગાવાને પહોંચી વળવામાં તેમણે ખૂબ જ પ્રશંસનીય ભૂમિકા ભજવી છે.
કોરોના સંકટ દરમિયાન પણ તેણે પોતાના નિર્ણયોથી લોકોની વાહવાહી જીતી હતી. તે દરમિયાન તેમણે બેંકોને કેટલાક મહિનાઓ માટે EMIમાં છૂટ આપવાની સૂચના આપી હતી.લંડન સેન્ટ્રલ બેંકિંગ દ્વારા દેશની સેન્ટ્રલ બેંકના ગવર્નરને આ સન્માન આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે શક્તિકાંત દાસે રિઝર્વ બેંકના ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ઘણા મોટા નિર્ણયો લીધા છે. હાલમાંRBI ગવર્નરે કહ્યું- મોંઘવારી સામે લડવાની પ્રક્રિયા લાંબી રહેશે.આ પહેલા મંગળવારે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે લંડનમાં બ્રિટનની સેન્ટ્રલ બેંકિંગ દ્વારા આયોજિત સમર મીટિંગમાં આપેલા પ્રારંભિક સંબોધનમાં કહ્યું હતું કે ફુગાવાને નિયંત્રિત કરવાની પ્રક્રિયા ધીમી અને લાંબી હશે અને મધ્યમ ગાળામાં ફુગાવાનો લક્ષ્યાંક 4 ટકા રહેશે.તેમણે કહ્યું કે અમારી વસ્તી અને ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ને કારણે દર વર્ષે વર્કફોર્સમાં થયેલા મોટા વધારાને જોતાં, અમે વિકાસની ચિંતાઓથી અજાણ રહી શકીએ નહીં. તેથી, અમે રોગચાળાના વર્ષો દરમિયાન પણ વૃદ્ધિને પ્રાથમિકતા આપી હતી. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે મોંઘવારી સામે લડાઈ ચાલુ છે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ