કચ્છ પછી બિપોરજોય વાવાઝોડાનો ખતરો ઉત્તર ગુજરાત પર છે . કચ્છમાં બિપોરજોય ટકરાયા પછી શુક્રવાર અને શનિવાર 16 અને 17 તારીખે બનાસકાંઠા,સાબરકાંઠા,મહેસાણા,પાટણ જીલ્લામાં ભારે તારાજી સર્જી શકે છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છેકે બિપોર જોય નબળું પડ્યું નથી. વાવાઝોડાની આંખ અંગે હવામાન વિભાગના વડા મનોરમા મોહન્તીએ કહ્યું કે આંખના મધ્ય ભાગમાં તીવ્રતા હંમેશા ઓછી હોય છે. તેનો ઘેરાવો ખતરનાક હોય છે.
ગુજરાતના દરિયામાં જોરદાર પવન સાથે વાવાઝોડાનો કરન્ટ જોવા મળી રહ્યો છે ત્યારે સમુદ્ર ની લહેરો 15 થી 20 ફૂટ ઊંચે સુધી જોવા મળી રહી છે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને માછીમારો અને લોકો ને સમુદ્ર તરફ ન જાવા અપીલ કરવામાં આવી રહી છે.દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહીના પગલે પોલીસ વિભાગ સતત પેટ્રોલિંગ કરીને કોઈ જ વ્યક્તિ દરિયાકાંઠે ના જાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત માઈક સાથેના વાહનોની મદદથી કાંઠાના વિસ્તારોમાં પ્રચાર-પ્રસાર કરી નાગરિકોને જાગૃત કરવા જણાવ્યું હતું. નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓમાં દોરાયા વગર સરકારી તંત્ર દ્વારા સમયાંતરે અપાતી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.
બિપોરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત: સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭ લગાવી પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે.ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે.નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામકશ્રી કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. વધુમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭ લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે. રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે.
- અમદાવાદ – 079-27560511
- અમરેલી – 02792-230735
- આણંદ – 02692-243222
- અરવલ્લી – 02774-250221
- બનાસકાંઠા – 02742-250627
- ભરૂચ – 02642-242300
- ભાવનગર – 0278-2521554/55
- બોટાદ – 02849-271340/41
- છોટાઉદેપુર – 02669-233012/21
- દાહોદ – 02673-239123
- ડાંગ – 02631-220347
- દેવભૂમિ દ્વારકા – 02833-232183, 232125, 232084
- ગાંધીનગર – 079-23256639
- ગીર સોમનાથ – 02876-240063
- જામનગર – 0288-2553404
- જૂનાગઢ – 0285-2633446/2633448
- ખેડા – 0268-2553356
- કચ્છ – 02832-250923
- મહીસાગર – 02674-252300
- મહેસાણા – 02762-222220/222299
- મોરબી – 02822-243300
- નર્મદા – 02640-224001
- નવસારી – 02637-259401
- પંચમહાલ – 02672-242536
- પાટણ – 02766-224830
- પોરબંદર – 0286-2220800/801
- રાજકોટ – 0281-2471573
- સાબરકાંઠા – 02772-249039
- સુરેન્દ્રનગર – 02752-283400
- સુરત – 0261-2663200
- તાપી – 02626-224460
- વડોદરા – 0265-2427592
- વલસાડ – 02632-243238