બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે આગળ વધી રહ્યું છે ત્યારે બિપોરજોય વાવાઝોડું સૌથી વધારે અસર કચ્છમાં કરશે . કચ્છમાં ભારતીય નેવી, એરફોર્સ, આર્મી સ્ટેન્ડબાય રાખવામાં આવી છે , કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે, ભુજ, અંજાર, ભચાઉ, માંડવી, રાપરમાં વરસાદના સમાચાર આવી રહ્યા છે. કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદના સમાચાર મળી રહ્યા છે. મુન્દ્રા, ગાંધીધામ અને નલિયામાં વરસાદ થઇ રહ્યો છે. કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં બીએસએફ હાઈ એલર્ટ પર છે.
દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓમાં બિપોરજોય વાવઝોડાને લઈને NDRFની વધુ 3 ટિમો ડિપ્લોઇડ કરાઈ. જામનગર,માંગરોળ અને ખંભાળીયા ખાતે વધારાની ત્રણ ટિમો ડિપ્લોઇડ કરવામાં આવી. અત્યાર સુધીમાં NDRFની કુલ 16 ટિમો ડિપ્લોડ કરી દેવામાં આવી છે. અન્ય 5 ટિમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી. જરૂરિયાત પ્રમાણે 15 જેટલી NDRFની ટિમો ને ઐરલીફ્ટ કરી ને ગુજરાત લાવવામાં આવશે.
બિપોરજોય વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ દરિયો ગાંડોતુર બની રહ્યો છે. ચક્રવાતી તોફાનના ભયને કારણે કંડલામાં દેશભરમાંથી આવેલા હજારો ટ્રકોના પૈડા થંભી ગયા હતા.વાવાઝોડાના ભયને ધ્યાનમાં રાખીને કચ્છના બંને મુખ્ય બંદરો બંધ હોવાથી ટ્રક માલિકોએ ટ્રકને સલામત સ્થળે ઉભી રાખી હતી. અહી ઉલ્લેખનીય છેકે અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યુ છે.
વી.આર.લાઈવના તમામ દર્શકમિત્રોને જરૂરી માહિતી અને કેવી સાવચેતી રાખવી જોઈએ તે જોઈએ
મિત્રો વાવાઝોડાથી થનાર સંભવિત નુકસાન અને અસરથી માહિતગાર હશો જ, વધુમાં આ સમયમાં આપની સોસાયટી કે વિસ્તારમાં વધુ નુકશાન ન થાય અને જનઆરોગ્ય ના હિતાર્થે નીચે જણાવેલ સૂચનો નું આદર્શ અમલીકરણ આપની સોસાયટી તેમજ આસપાસ ના વિસ્તારો માં થઈ શકે તેવા જાગૃત નાગરિકોએ પ્રયાસ કરવા વિનંતી છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે
૧. ધાબા ઉપર પડેલ તમામ વસ્તુઓ હટાવી લેવી.
૨.ઘર માં કે અન્ય જગ્યાએ ( ગેલેરી/ ખૂલ્લી જગ્યા માં ) કોઈ પણ રીતે વાવાઝોડા સમયે ઉડી જાય અને કોઈ ને નુકશાન પહોંચાડે તેવો કોઈ પણ પ્રકાર નો સામાન રાખવો નહી.
૩. ઘર ઉપર જો સોલાર પેનલ મુકેલ હોય તો તે ને યોગ્ય રીતે દોરી થી બાંધી રાખવી.
૪.ગરમી થી બચવા માટે ઘરની બહાર બાંધેલી ગ્રીન નેટ ને કાઢી લેવી..
૫. વાવાઝોડા દરમ્યાન ઝાડ કે અન્ય વીજ થાંભલા ની નીચે ઉભુ રહેવું નહિ.
૬. વાવાઝોડા ની અસર સમયે ઘરના વીજ ઉપકરણો બંધ રાખવા તેમજ શોર્ટ સર્કિટ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.
૭. ઘરના બારીબારણાં બંધ રાખવા અને બિનજરૂરી બહાર નીકળવું નહિ.
૮. કોઈ પણ પ્રકાર ની અફવા માં આવવું નહિ ટેલીફોનીક માધ્યમ દ્વારા ઇમરજન્સી કન્ટરોલ રૂમ નો સંપર્ક કરી સચોટ માર્ગદર્શન મેળવવું.