મહારાષ્ટ્રમાં વિવાદ,જાણો શું છે મામલો

0
196

ટીપુ સુલતાનને લઈને મહારાષ્ટ્રમાં વિવાદ

ટીપુ સુલતાનના સ્મારકને લઈને વિવાદ

ટીપુ સુલતાનનું ગેરકાયદે સ્મારક બનાવવામાં આવ્યું

મહારાષ્ટ્રમાં વિવાદ સર્જાયો છે.ઔરંગઝેબ અને ટીપુ સુલતાનને લઈને મહારાષ્ટ્રમાં વિવાદ ચાલુ છે. દરમિયાન, રાજ્યના ધુલેમાં ટીપુ સુલતાનના સ્મારકને લઈને વિવાદ છેડાઈ ગયો. કહેવામાં આવી રહ્યું છે કે અહીં એક ચોકમાં ટીપુ સુલતાનનું ગેરકાયદે સ્મારક બનાવવામાં આવ્યું હતું. તાજેતરમાં, સ્થાનિક હિન્દુ સંગઠન – ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ આ અંગે ફરિયાદ કરી હતી, જેના પછી નગરપાલિકાએ સ્મારકને દૂર કરવાનો આદેશ જારી કર્યો હતો.

ધુલેના એસપી સંજય બરકુંડના જણાવ્યા અનુસાર ટીપુ સુલતાનનું સ્મારક મુખ્ય માર્ગ પર જ બનાવવામાં આવ્યું હતું, જ્યારે તેના માટે કોઈ મંજૂરી નહોતી. અમને સમાચાર મળ્યા હતા કે તે ગેરકાયદેસર સ્મારક છે. અમે તેને દૂર કરવા માટે બેઠક યોજી હતી. આ ઘટના સામે આવ્યા બાદ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન પાર્ટીના ધારાસભ્ય ફારૂક શાહ પોતે વિવાદિત સ્થળ પર પહોંચ્યા અને ટીપુ સુલતાનનું સ્મારક હટાવ્યું.

આગાઉ પણ સર્જાયો હતો ઓરંગઝેબને લઈને વિવાદ

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સોશિયલ મિડીયાં ઔરંગજેબને લઇને એક યુવકે આપત્તિજનક સ્ટેટસ મુકતા વિવાદ સર્જાયો હતો, ત્યારે  આ યુવક વિરુદ્ધ એફઆઇઆરની માંગ સાથે કેટલાક હિન્દુ સંગઠનોએ શિવાજી ચોક ઉપર ધરણા કર્યા હતા,,પોલીસે મામલાને શાંત કરવા માટે હિન્દુ આગેવાનો સાથે વાત ચિત કરી હતી પણ મામલો ઉગ્ર બનતા પોલીસે લાઠી ચાર્જ કરવાની ફરજ પડી,,પરિણામે સામે સામે પત્થરબાજી થઇ, વાહનોને આગ લગાડવાની ઘટના પણ બની,, પોલીસે સ્થિતિને કાબુ કરવા માટે ટિયરગેસના સેલ પણ છોડ્યા  છે, આ સમગ્ર વિસ્તારમાં ધારા 144 લગાવી દેવામાં આવી હતી.

વાંચો અહી ભારતીય નૈકાદળનો યુદ્ધ અભ્યાસ