ભારતીય નૈકાદળનો યુદ્ધ અભ્યાસ

0
173

 35 થી વધુ એરક્રાફ્ટ અને બે યુદ્ધ જહાજો સાથે યુદ્ધ અભ્યાસ

INS વિક્રાંતના કાફલાના જહાજો સાથે યુદ્ધ અભ્યાસ

યુદ્ધ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ભારતીય નૈકાદળ અરબી સમુદ્રમાં યુદ્ધ અભ્યાસ કરી રહી છેે .ભારતે અરબી સમુદ્રમાં પોતાની તાકાત બતાવી.ભારતીય નૌકાદળ રાષ્ટ્રીય દરિયાઈ હિતોની રક્ષા માટે સતત નિશ્ચય અને દૃઢતા સાથે વિકાસ પામી છે. લાંબા ગાળાની સંભવિત યોજનાઓને ધ્યાનમાં રાખીને તે સતત પોતાની શક્તિમાં વધારો કરી રહી છે. આ માટે ભારતીય નૌકાદળ સતત પ્રયત્ન કરી રહી . હવે ભારતીય નૌકાદળે દરિયાઈ ક્ષેત્રમાં સતત હવાઈ કામગીરી સુનિશ્ચિત કરવા અને ભારતના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરવા માટે તેની ક્ષમતા દર્શાવી છે. અરબી સમુદ્રમાં 35 થી વધુ એરક્રાફ્ટ અને બે યુદ્ધ જહાજો ધરાવતા કેરિયર બેટલ ગ્રુપ (CBG)નું સંચાલન કરીને પોતાની ક્ષમતા દર્શાવી હતી.

તસ્વીર ભારતીય નૈકાદળ:

Indian Navy

ભારતીય નૌકાદળે તેના કાફલાના ઘણા મોટા વિમાન પ્રદર્શિત કર્યા. નૌકાદળે અરબી સમુદ્રમાં કેરિયર બેટલ ગ્રુપ (CBG) સાથે કવાયત હાથ ધરી હતી જેમાં 35 થી વધુ એરક્રાફ્ટ અને બે યુદ્ધ જહાજોનો સમાવેશ થાય છે. દરિયામાં સંરક્ષણ વધારવા માટે બે વિમાનવાહક જહાજો INS વિક્રમાદિત્ય અને સ્વદેશી INS વિક્રાંત તેમજ તેના કાફલાના જહાજો અને સબમરીનનું પણ પ્રદર્શન કર્યું. ઉલ્લેખનીય છે કે, આ બંને એરક્રાફ્ટને હિંદ મહાસાગરના સંરક્ષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા માનવામાં આવે છે.ભારતીય નૌકાદળની તાકત જોઈને દુશમન પણ થર થર કાપશે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ