આણંદના ધર્મજ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો

0
219

આણંદના ધર્મજ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો

લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદે વિદેશી દારૂ ઝડપી પાડ્યો  

પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

આણંદના ધર્મજ પાસેથી રૂપિયા 16.20 લાખથી વધુની કિંમતનો  દારૂ ઝડપાયો છે. આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 16.20 લાખની વધુની કિંમતના દારૂ સાથે પંજાબ ઈસમને પકડી પાડી પ્રોહિબિશન એકટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની ટીમ જ્યારે  નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે બળદેવ હોટલ સામેથી આઇશર ગાડી સાથે ઇસમને પકડી આઇશર ગાડીમાં ચેક કરતા સાયકલના સ્પેરપાર્ટસના પેકીંગ બોક્ષની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ સંતાડેલી મળી આવી હતી. પકડાયેલ આરોપી વિરૂધ્ધ પેટલાદ રૂરલ પો.સ્ટે. પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

વિદેશી દારૂ

દારૂ ઝડપાયો

પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતઃ

પકડાયેલ આરોપી (૧) સુરિન્દરસિંગ ઉર્ફે સોની નવાબસિંગ કરતારસિંગ ચૌહાણ રહે.નિલપુર, ન્યુ ગ્રીન સીટી તા.રાજપુરા જી.પટીયાલા પંજાબ,નો રહેવાસી છે

કબ્જે કરેલ મુદ્દામાલ મા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ નંગ-૩૮૫ જેકુલ બોટલ નંગ-૧૦૭૨૮ કિ.રૂ.૧૬,૬૮,૯૬૦/- તથા આઇશર ગાડી, સાયકલના સ્પેરપાર્ટસના બોક્ષ નંગ-૧૨૯ તથા રોકડ રકમ, મોબાઇલ વમળી કુલ્લ રૂ.૪૧,૫૭,૨૪૧ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

પેટલાદ રૂરલ પો.સ્ટે. માપ્રોહિબીશન એક્ટ કલમઃ ૬૫(ઇ), ૮૧,૮૩,૧૧૬(ખ),૯૮(૨) મુજબ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.

વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ નંગ-૩૮૫ જેકુલ બોટલ નંગ-૧૦૭૨૮ કિ.રૂ.૧૬,૬૮,૯૬૦/- તથા આઇશર ગાડી, સાયકલના સ્પેરપાર્ટસના બોક્ષ નંગ-૧૨૯ તથા રોકડ રકમ,

કયાં દબાણો કરાયા દુર વાંચો અહીં