ગુજરાતમાં ટ્રી કવર ઘટ્યું , 25 ટકા ફોરેસ્ટ કવર વધ્યું

0
209

આજે વિશ્વ પર્યાવરણના દિવસે દરેક ગુજરાતીઓને હરખ થાય તેવા સમાચાર છે . ગુજરાતમાં ગ્રીન કવર 25 ટકા વધારવામાં સફળતા મળી છે. રાજ્યમાં ફોરેસ્ટ કવર 69 ચો.કિલોમીટરનો વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૯ ની સરખામણીએ ફોરેસ્ટ કવરમાં વધારો નોંધાયો છે ત્યારે તેની સામે ટ્રી કવરમાં છેલ્લા બે વર્ષમાં ધરખમ ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. જે ચિંતાજનક સમાચાર છે.

રાજ્યમાં આજે પર્યાવરણ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે રાજ્યના 17 જિલ્લાઓમાં ફોરેસ્ટ કવરમાં ઘટાડો જોવા મળ્યો

કચ્છ જીલ્લામાં બે વર્ષમાં 94 કિલોમીટર અને જુનાગઢ જીલ્લામાં છે. 45 કિલોમીટર ફોરેસ્ટ કવર વધ્યું છે . અહી આપને જણાવી દઈએ કે રાજ્યના ભૌગોલિક વિસ્તારના 2.80 ટકા ટ્રી કવર છે આજે 5,જુન ના રોજ પયૉવરણ દિવસ નિમિત્તે ગૂજરાતમાં વિશેષ ઉજવણી થઇ રહી છે .લોકોમાં પયૉવરણ અંગેની જાગૃતિ આવે તે હેતુસર ગુજરાત ના 33, જિલ્લા મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવશે તેમજ રાજ્ય સરકારનો કાયૅક્રમ યાત્રાધામ અંબાજી ખાતે યોજાશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી ખાતે યોજાશે

જેમાં એક દિવસમાં દસ હજાર જેટલા વૃક્ષો રોપવામા આવશે તેમજ જંગલ નુ લોકાર્પણ કરવામાં આવશે તેમજ રાજ્ય કક્ષાના અલગ અલગ કાયૅક્રમો યોજાશે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોના 11, જિલ્લા જેવાં કે જામનગર, દેવભૂમી દ્વારકા,કરછ, સહિતના દરિયાકાંઠા વિસ્તારના 11, જિલ્લામાં ચેરના વૃક્ષો નુ વાવેતર કરવામાં આવશે 35, સ્થળો પર ચેરના વૃક્ષો નુ વાવેતર કરાશે અને 8, યાત્રાધામ પર વિશેષ કાયૅક્રમો સાથે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેમજ અન્ય 15, જિલ્લામાં પણ વૃક્ષા રોપણ કાયૅક્રમ યોજાશે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાંસદો  ધારાસભ્યો સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ગુજરાત ભરમાં વૃક્ષા રોપણ કાયૅક્રમ યોજાશે.

અહી ઉલ્લેખનીય છેકે પર્યાવરણ દિવસ દુનિયાભરમાં ઉજવાશે અને તેનો મુખ્ય હેતુ ધરતી પર થતું વૃક્ષોનું છેદન અને જંગલોનો સફાયો માનવજાત માટે નુકશાનકર્તા છે . વિકાસના નામે આડેધડ કાપતા વૃક્ષો અને ત્યાર પછી નવા વૃક્ષ વાવવાની જનજાગૃતિ કેળવાય તે ખુબ જરૂરી છે. 5 જુને અપને સૌએ એક સંકલ્પ કરવો પડશે આપણી આવનારી પેઢી માટે આપણે વધુ વૃક્ષ વાવીશું.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ