પિતા વગરના દિકરાની સિદ્ધી 91 ટકા પરિણામ

0
186

પિતા વગરના દિકરાની સિદ્ધી હાંસલ કરી છે. પીતા વગરના પુત્રએ ડીસા ના દેવાંગ રાજપૂતે કોમર્સમાં 91 ટકા પરિણામ મેળવીને સિદ્ધી હાંસલ કરી છે, ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ જાહેર થયું છે ત્યારે ડીસામાં રહેતા દેવાંગ રાજપૂતે કોમર્સમાં 91% લાવીને પોતાના પિતાનું તથા શાળાનું નામ રોશન કર્યું છે ત્યારે દેવાંગના પપ્પા કેન્સરની બીમારીથી મોત નિપજતા દેવાંગની પરિસ્થિતિ દયનીય બની ગઈ હતી ત્યારે દેવાંગના  મોસાળ પક્ષે મદદ કરી હતી,ત્યારે દેવાંગ હાલ સ્કુલ સહિત માતા અને મોસાળ પક્ષનો આભાર તો વ્યક્ત કરે છે સાથે  સી એ બનવાની નેમ પણ વ્યક્ત કરે છે.

જેમાં દેવાંગ રાજપૂતનું કેહવું છે કે,”૧૨ કોમર્સમાં હું અભ્યાસ કરું છું.૯૧ ટકા લાવનાર સરદાર પટેલમાં બીજો નંબર છું.મારી સિદ્ધિમાં ગણ બધા લોકોનો સાથ છે.જેમાં,હું પિતા વગરની છત્ર છાયામાં મને મારા મામાએ રાખ્યો છે.એમને મને હુંફ પણ આપી છે એમનો હું ખુબ ખુબ આભારી છું.ઉપરાંત હું મારા નાનાનો પણ ખુબ ખુબ આભારી છું.આની સાથે મારા શિક્ષકો રીતેશ કટારિયા અને નીલેશભાઈ પુરોહિત આભાર માનું છું.સાથે હું સરદાર પટેલ સ્કૂલના તમામ સભ્યોનો આભાર માનું છું.આમાં, મને મારા નાની અને મમ્મીનો સહકાર ખુબ જ મળ્યો છે.જેથી હું આ માર્ક્સ લાવી શકયો છું.

દેવાંગની માતા રમીલાબેનનું કહેવું છે કે,”દેવાંગને નાનપણથી ભણવામાં રસ વધારે છે.તે પેહાલેથી જ આટલું સરસ રિજલ્ટ લાવે છે.ભણવામાં ખુબ આગળ રહીને પેહલો નંબર લાવતો આયો છે.સવારે ૩ વાગ્યે ઉઠીને વાંચતો.આખો દિવસ અલગ અલગ વિષયનું વાંચન સારી રીતે કરીય કરતો હતો.એક વિષયથી કંટાળે તો બીજો વિષય લઈને ભણવા બેસી જતો.મને બૌ જ ગર્વ છે મારો દેવાંગ ૯૧ ટકા સાથે આખી સ્કૂલમાં નામ વધારીયું છે.એને મારા તરફથી આશીર્વાદ અને અભિનંદન.સ્કુલના બધા સાહેબ સારા છે,તેમને પણ મેહનતમાં અભૂતપૂર્વ ફાળો આપીયો છે.

આ સાથે દેવાંગ રાજપૂતનું કેહવું છે કે,”તેને સીએ બનવું છે અને તેના માટે એ મેહનત વધુ સારી રીતે કરતો રેહશે અને માં બાપનું નામ રોશન કરવા માંગે છે.આ ફોટોમાં નાની અને રમીલાબેન(મમ્મી) સાથે.

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

વિજય રુપાણી બાબા બાગેશ્વરની શરણમાં કેમ પહોચ્યા ?