ભારત પાકિસ્તાન સરહદ પર ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જમ્મુ કાશ્મીરના સાંબામાં BSFના જવાનોની એક ટુકડી સરહદ પર પેટ્રોલિંગ કરી રહી ત્યારે એક વ્યક્તિ પાકિસ્તાન તરફથી સરહદ પાર કરવાની કોશિશ કરી રહ્યો હતો. જવાનોએ તેને તેમ ન કરવા જણાવ્યું પરંતુ તે પાકિસ્તાની નાગરિક ભારતીય જવાનો ની ચેતવણી માનતો ન હતો. ત્યારબાદ જવાનોએ કરેલા ગોળીબારમાં તે પાકિસ્તાની ઠાર મરાયો હતો.
જમ્મુ કાશ્મીર સરહદ પર પાકિસ્તાનના સમર્થન હેઠળ ઘુસણખોરી કરવાનો સિલસિલો યથાવત છે સરહદ પાર આતંકી સંગઠનો પાકિસ્તાનની સેનાના સમર્થનથી સરહદ પર આતંકી ગતિવિધિઓ કરવાની કોશિશ કરતા હોય છે પરંતુ ભારતીય સેના અને સતર્ક જવાનો હમેશની માફક ધોબી પછાડ આપતા હોય છે . ત્યારે આજે વધુ એક ઘુસણખોરીની ઘટના સામે આવી છે અને તે વ્યક્તિને સેનાના જવાનોએ ઠાર માર્યો હતો.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચારો માટે જોતા રહો અમારી વેબ સાઈટ