સોના-ચાંદીમાં છેલ્લા કેટલાક દિવસોથી ભાવમાં સતત ઘટાડો નોધાઈ રહ્યો છે. અને હજુ પણ ભાવમાં ઘટાડો ચાલુ જ છે. MCXમાં અને હાજર બજાર બન્નેમાં ૩૦ મે, ૨૦૨૩ મંગળવારના રોજ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ પહેલા સોમવારે પણ ઘટાડા સાથે બજાર બંધ રહ્યુ હતું. સોનાના ભાવ ઘટાડા સાથે રૂપિયા 60000ના રેકોર્ડ લેવલથી નીચે આવી ગયા છે. નિષ્ણાંતો મુજબ, દિવાળી પર ફરી સોનાની કિંમત વધીને 65000 રૂપિયા સુધી પહોચી જવાની સંભાવના રહેલી છે.