નવી સંસદ જનતાનો અવાજ, PM ઉદ્ઘાટનને રાજ્યાભિષેક સમજી રહ્યા છે : રાહુલ

0
436

એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નવા સંસદ ભવનનું શાનદાર રીતે લોકાર્પણ કર્યું છે, જ્યારે બીજી તરફ ૨૦થી વધુ વિપક્ષી પાર્ટીઓએ આનો બહિષ્કાર ગણાવ્યો છે. વિરોધ પક્ષોની માંગ હતી કે, નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. વિરોધ પક્ષોએ આ અંગે પોત પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી છે. આ મામલે કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે, “નવી સંસદ એ જનતાનો અવાજ છે. વડાપ્રધાન નવી સંસદના ઉદ્ઘાટનને રાજ્યાભિષેક તરીકે સમજી રહ્યાં છે.”