અમેરિકા અને ચીનને મંગળ ગ્રહ પર મોટી સફળતા મળી છે. નાસાના પર્સીવરેન્સ અને ચીનના ઝુરોંદગ રોવરે કરેલ અભ્યાસમાં મંગળ ગ્રહ પર વહેલી નદીઓ અને ભીની રેતની ટેકરીઓ હોવાના સંકેત મળ્યા છે. મંગળ ગ્રહ પર આશરે ૪ લાખ વર્ષ અગાઉ અતિશય ઠંડીના કારણે રેતીના ટેકરા થીજી ગયા હોવાનું ચાઇનીઝ રોવર દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે, જયારે શક્તિશાળી જળમાર્ગે ખાડામાં પોતાનો રસ્તો બનાવ્યો હશે, જેના કારણે ખાડામાં ઘણું પાણી પડ્યું હશે. આ નદી કેટલીક જગ્યાએ 66 ફૂટથી વધુ ઊંડી હોવાનું નાસાના રોવર દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.