૨ વર્ષમાં ભારત ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે : અશ્વિની વૈષ્ણવ

0
30

કેન્દ્રીય માહિતી પ્રૌદ્યોગિકી અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર દ્વારા લેવામાં આવેલી નીતિઓ અને જમીની સ્તરના પગલાને કારણે ભારત બે વર્ષમાં વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે. મોદી સરકાર આવ્યા બાદ 2014થી દેશમાં ઝડપથી સામાજિક અને આર્થિક પરિવર્તન આવ્યું છે. ભારતને વૈશ્વિક સ્તરે એક આકર્ષક સ્થળ તરીકે જોવામાં આવી રહ્યું છે અને વિશ્વ ભારતમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યું છે. 2014માં મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ ભારત 10મા સ્થાનેથી 5મા સ્થાને આવી ગયું છે અને બે વર્ષમાં ભારત દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે, જયારે 6 વર્ષની અંદર ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. 2047 સુધીમાં ભારત વિકસિત દેશ બની જશે.”