અહી એક યુવકે બનાવ્યું છે પ્રાકૃતિક પુસ્તકાલય

0
198

4 વીઘા જમીનમાં નવસારી પાસે બન્યું પુસ્તકાલય

નવી પેઢીને વાંચન પ્રત્યે રસ જાગે અને વાંચનની ભૂખ સંતોષાય તે માટે નવસારીના દેવધા ગામમાં એક યુવકે અનોખું અભિયાન શરૂ કર્યું છે. શિક્ષણથીજ સમાજનું ભાગ્ય બદલી શકાય તે પણ પ્રકૃતિના સાનિધ્યમાં તે વિચાર ડો જય વશીને આવ્યો અને 4 વીઘા જમીનમાં સુંદર પુસ્તકાલય બનાવ્યું.

હાલ શાળા કોલેજમાં વેકેશન છે ત્યારે ડિજીટલ દુનિયામાં વ્યસ્થ રહેતા યુવકો અને યુવતીને આ અનોખું પુસ્તકાલય આકર્ષિત કરી રહ્યું છે. આ પ્રાકૃતિક પુસ્તકાલયમાં વિવિધ વિષયના પુસ્તકો ઉપરાંત અલગ અલગ રમતો રમી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

અહી ઉલ્લેખનીય છેકે ટચ સ્ક્રીન અને તેનો બહોળો ઉપયોગ હાલ યુવા પેઢી અને બાળકો બહોળા પ્રમાણમાં કરી રહ્યા છે. અને તેની આડ અસરો પણ તજજ્ઞો જણાવી રહ્યા છે અને ચિંતા પણ જણાવી રહ્યા છે .

મોબાઈલ મેનીયા અને ઓનલાઈન સતત રહેવું તે સ્વસ્થ માટે નુકશાન કેટલું છે દુનિયાના દેશોના તજજ્ઞો દ્વારા જણાવ્યું છે ત્યારે પુસ્તક અને તેમાં ખાસ કરીને વાંચનમાં રસ જાગે તે ખરેખર સરાહનીય કામ છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઈવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ