કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આસામના પ્રવાસે

0
182

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આસામના પ્રવાસે ગુવાહાટી પહોંચ્યા છે એરપોર્ટ પર આસામના મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળના મંત્રીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન ગુવાહાટીમાં યોજાનારી શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં હાજરી આપશે, જ્યાં તેઓ આસામ સરકારમાં વિવિધ સરકારી વિભાગોના નવા ભરતી થયેલા ઉમેદવારોને આશરે 45,000 નિમણૂક પત્રોનું વિતરણ કરશે. હેમંત બિસ્વા સરમાએ કહ્યું કે, ગુવાહાટીમાં કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ પણ કરશે. આ દરમિયાન ગુવાહાટીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. માનવામાં આવે છે કે ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને કલમ 144 લાગુ કરવામાં આવી છે