UPSCમાં પાસ થનારા પરીક્ષાર્થીઓને PM મોદીએ પાઠવી શુભેચ્છા

0
168
[et_pb_section][et_pb_row][et_pb_column type=”4_4″][et_pb_text]
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન પરીક્ષા ૨૦૨૨નું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. જેમાં મહિલાઓ પરીક્ષાર્થીઓએ મેદાન માર્યું છે. ટોપ-૨૫માં ૧૪ મહિલા અને ૧૧ પુરુષ પરીક્ષાર્થીઓનો સમાવેશ થયો છે. આ પરીક્ષા ક્રેક કરનારા પરીક્ષાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છાઓ પાઠવી છે. તેમને કહ્યું છે કે, “જે યુવાનોએ સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી છે તેમને અભિનંદન. આગળ ફળદાયી અને સંતોષકારક કારકિર્દી માટે મારી શુભેચ્છાઓ. રાષ્ટ્રની સેવા કરવા અને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો આ ખૂબ જ રોમાંચક સમય છે. હું તેમની નિરાશાને સમજું છું, જેઓ સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી શક્યા નથી. ભારત તમારી કુશળતા અને શક્તિઓને દર્શાવવા માટે ઘણી વિવિધ તકો પણ પ્રદાન કરે છે. તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”
[/et_pb_text][/et_pb_column][/et_pb_row][/et_pb_section]