અલ સાલ્વાડોરમાં નાસભાગ 9 લોકોના મોત

0
160

મધ્ય અમેરિકન દેશ અલ સાલ્વાડોરમાં એક દુ:ખદ દુર્ઘટનામાં નવ લોકોના મોત થયા છે. હકીકતમાં, ફૂટબોલ મેચ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી, જેમાં નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અલ સાલ્વાડોરની નેશનલ સિવિલ પોલીસે આ જાણકારી આપી છે. પોલીસનું કહેવું છે કે લોકોએ મેચ જોવા માટે સ્ટેડિયમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. અલ સાલ્વાડોરની સ્થાનિક ટીમો વચ્ચેની ફૂટબોલ મેચ હતી. આ બંને ટીમો અલ-સાલ્વાડોરની સૌથી ફેવરિટ ટીમોમાંની એક છે, આ જ કારણ છે કે આ મેચ માટે મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમમાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ બલજબરીપુર્વક સ્ટેડિયમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, જેના કારણે નાસભાગ મચી ગઈ અને શ્વાસ રૂંધાવાથી નવ લોકોના મોત થયા. નાસભાગમાં લગભગ 500 લોકો ઘાયલ પણ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘણા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.