૨૫-૨૬ મે ની આસપાસ આંદામાન-નિકોબારમાં ચોમાસું બેસી શકે

0
162

૫-૬ જૂનની આસપાસ કેરળમાં નૈઋત્યનું ચોમાસું શરુ થઇ શકે

ભારતમાં ચોમાસાની ઋતુને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોચા વાવાઝોડાની અસર બાદ અને ચોમાસાનો પ્રવાહ પૂર્વવત થયા બાદ ૨૫ અથવા ૨૬ મે ની આસપાસ આંદામાન નિકોબાર ટાપુઓ પર ચોમાસું બેસી શકે છે, જયારે કેરળમાં ૫ અથવા ૬ જૂનની આસપાસ નૈઋત્યનું ચોમાસું શરુ થઇ શકે છે. મહત્વનું છે કે, મુંબઈમાં ચોમાસું સામાન્ય રીતે કેરળના પગલે ૭થી ૮ દિવસ બાદ શરુ થાય છે.