HomeGujaratપીચકારી મારશો તો આ શહેરમાં થશે દંડ

પીચકારી મારશો તો આ શહેરમાં થશે દંડ

સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરા શહેરને આગળ લાવવા માટે જાહેરમાં કચરો ફેકનાર કે, ગંદકી કરનાર સામે દંડ વસૂલવાનું તો શરૂ કર્યું છે, પરંતુ, હવે પાન પડીકી ખાઈને જાહેર માર્ગો પર પિચકારી મારતા વાહન ચાલકોપણ ચેતી જજો કોર્પોરેશન હાલમાં વિવિધ જંકશન પર લગાવેલા CCTVમાં જાહેરમાં થુંકતા દેખાતા વાહન ચાલકો સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી છે અને એક દિવસમાં જાહેરમાં થુંકનાર 17 લોકોને દંડ ભરવા નોટિસ ફટકારી છે.તમને જણાવી દઇએ કે ટ્રાફિક જંકશન ઉપર લગાવેલા CCTVના માધ્યમથી બદામડીબાગ સિટી સેન્ટર કંટ્રોલરૂમ ખાતેથી CCTVમાં જે વાહન ચાલકો રોડ પર થુંકતા નજરે ચડશે તેના ફૂટેજના આધારે આરટીઓમાંથી વાહનની વિગતો લઈને વાહન માલિક સુધી પહોંચી કોર્પોરેશન દંડ વસૂલવાનું શરૂ કર્યું છે

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જુઓ અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments