કોંગ્રેસના ૪૪૦ વોલ્ટના ઝટકા બાદ બસવરાજ બોમ્માઈનું નિવેદન

0
149

હારને લઈને ઉંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું : બોમ્માઈ

લોકસભા ચૂંટણીમાં સત્તામાં પાછા આવવા માટે કોર્સ કરેક્શન કરીશું : બોમ્માઈ

કર્ણાટક ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ કોંગ્રેસ આત્મવિશ્વાસથી ભરપૂર છે, જ્યારે બીજી તરફ દક્ષિણ ભારતમાં એન્ટ્રી માટે સતત પ્રયત્ન કરનાર ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. કારણ કે, કર્ણાટકમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જોકે હારની જવાબદારી કર્ણાટકના કેરટેકર સીએમ બસવરાજ બોમ્માઈએ સ્વીકારી લીધી છે. બોમ્માઈએ હાર તો સ્વીકારી છે, પરંતુ ૨૦૨૪ લોકસભા ચૂંટણીને લઈને તેમનો આત્મવિશ્વાસ હજુ પણ અડગ છે. તેમને કહ્યું હતું કે, “અમે અમારા અધ્યક્ષ સાથે અનૌપચારિક બેઠક કરી હતી અને અમે અમુક મુદ્દાઓ પર ચર્ચા કરી છે. અમે ટૂંક સમયમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ચૂંટણી લડનારા લોકોને બોલાવીશું. અમે ઉંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું અને લોકસભા ચૂંટણીમાં સત્તામાં પાછા આવવા માટે કોર્સ કરેક્શન કરીશું.”