વડાપ્રધાન નરેદ્ર મોદી 12મેના રોજ ગુજરાત આવી રહ્યાં છે. મહાત્મા મંદિરમાં 4400 કરોડના વિકાસ કામોનું વડાપ્રધાન મોદી ખાતમૂહર્ત કરશે. જેમાં મુખ્યત્વે 42000 આવાસોનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારા અમૃત આવાસ ઉત્સવ અને વિવિધ વિકાસ કામોના કાર્યક્રમની અંતિમ તબક્કાની પૂર્વ તૈયારીઓનું જાત નિરીક્ષણ કર્યું હતું. મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્ય મંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, તેમજ સંબંધિત વિભાગોના અગ્ર સચિવઓ પણ મુખ્યમંત્રી સાથે આ પૂર્વ તૈયારીઓ ના નિરીક્ષણ માં જોડાયા હતા. ભુપેન્દ્ર પટેલે મહાત્મા મંદિરમાં બેઠક વ્યવસ્થા, લાભાર્થીઓ માટેની વ્યવસ્થાઓ તેમજ સ્ટેજ વગેરેનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.વીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.