થાનગઢના બરણી ઉદ્યોગની પ્લાસ્ટીકની બરણીઓએ પથારી ફેરવી

0
165

સીમારિક ઉદ્યોગને મોટો ફટકો

થાનગઢની સિરામિક બરણી એક સમયે દેશ અને દુનિયામાં પ્રખ્યાત હતી. અને આ ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસ્યો હતો. પરંતુ આધુનિક જમાનામાં પ્લાસ્ટીકની બરણીઓ બજારમાં આવતા ધીરે ધીરે આ સિરામિક ઉદ્યોગને મરણ પથારીએ પહોચ્યો છે.

મહીને ૪૦૦ થી ૫૦૦ બરણી બનાવવાની ક્ષમતા અને એક કારખાનામાં 70 જેટલા લોકોને રોજગારી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાઈ હતી. પરંતુ અત્યારે હાલ મોટા પ્રમાણમાં આ ઉધોગ સાથે સંકળાયેલા કારીગરો અને મજુરો બે રોજગાર થઇ રહ્યા છે તેનું મુખ્ય કારણ પ્લાસ્ટિક બરણીનો મોટા પ્રમાણમાં ઉપયોગ.

થાનગઢની આ બરણીઓ એક કિલો થી લઈને દસ કિલો સુધી બજારમાં ઉપલભ્ધ હોય છે અને અથાણાની સિઝનમાં આ બરણીની માંગ વધુ હોય છે . આ બરણીની ખાસિયત અને તેને બનાવવાની કળા જોવા અને જાણવા પ્રવાસીઓ થાનગઢની મુલાકાત લેતા હોય છે.

આ બરણીમાં અથાણા કે મસાલા ભરવાથી ફૂગ લગતી નથી અને સ્વાસ્થપ્રદ રહે છે પરંતુ એમ કહી શકાય કે આધુનિકતાની દોટ માં માનવ જાતે પ્લાસ્ટીકનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવાથી પર્યાવારને તો નુકશાન થાય છે પરંતુ સ્વાસ્થ સાથે પણ નુકશાન કર્યું છે.

પ્લાસ્ટીકની બરણીએ થાનગઢની પ્રખ્યાત સિરામિક બરણી બનાવવાના ઉદ્યોગ પર પથારી ફેરવી દીધી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ