HomeBreaking Newsસિંગતેલના ભાવમાં ફરી ભાવ વધારો

સિંગતેલના ભાવમાં ફરી ભાવ વધારો

સિંગતેલના ડબ્બાના ભાવમાં 100 રૂપિયાનો વધારો

વધતી મોંઘવારી વચ્ચે સિંગતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે ભાવ વધારો થયો છે. ડબ્બાના 100 રૂપિયાનો વધારો થયો છે અને ગૃહિણીઓના બજેટ પર મોંઘવારીની કાતર ચાલી છે. સિંગતેલના ભાવોમાં સતત ભાવ વધારાને કારણે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાયું છે.

રાજ્યમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.૨૯૬૦ પર પહોંચ્યો છે. એક તરફ લગ્નસરાની સીઝન ચાલી રહી છે ત્યારે આ ભાવ વધારો થતા પરિવારોની હાલત કફોડી બની છે . અહી ઉલ્લેખનીય છેકે અન્ય ખાદ્ય તેલના ભાવમાં મોટો વધારો થયો નથી.

અહી ઉલ્લેખનીય છેકે માવઠાની અસરથી શાકભાજી અને જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે પ્રજા પરેશાન છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઇવ

સતત સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments