HomeAhmedabadગરમીને લઇ અમદાવાદમાં ૯ મે ના રોજ યલો એલર્ટ જાહેર

ગરમીને લઇ અમદાવાદમાં ૯ મે ના રોજ યલો એલર્ટ જાહેર

ગુજરાતમાં હવે ઉનાળો શરૂ થઈ ગયો છે. જેને લઈને ૯ મે ના રોજ, મંગળવારે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રી રહે તેવી શક્યતા છે. મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ૮ મે ના રોજ સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી, અમરેલીમાં 40.8 ડિગ્રી, અમદાવાદમાં. 40.5 ડિગ્રી, રાજકોટમાં 40.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જયારે બાકીના સ્થળો પર 35થી 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments