અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક અંગદાન

0
178

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક અંગદાન કરવામાં  આવ્યો છે. બ્રેઇનડેડ રસિકભાઇની બે કિડની અને એક લીવરનું દાન કરવાનો નિર્ણય રસિકભાઇનીની પત્ની  કોકિલાબહેન પરમારે લીધો હતો. કોકિલાબહેન પરમારે જણાવ્યું હતું કે મારા પતિના અંગદાનથી જરૂરિયાતમંદના જીવનમા ઉજાસ પથરાશે એટલે અંગદાનનો નિર્ણય કર્યો છે. રસિકભાઇ પરમાર મૂળ ખેડા જિલ્લાના મહેમદાબાદના વતની. ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા રસિકભાઇ 4થી મે ના રોજ ઘરે પરત થઇ રહ્યા હતા ત્યારે માર્ગ અકસ્માતમાં તેઓને માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા પહોંચી. ઇજા અત્યંત ગંભીર હોવાના પરિણામે તેઓને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા. અહીં તબીબો દ્વારા પ્રાથમિક નિદાન કરતા હાલત અતિગંભીર જણાઇ જેથી તબીબોએ રસિકભાઇને આઇ.સી.યુ.માં સધન સારવાર અર્થે ખસેડવાનો નિર્ણય કર્યો. સિવિલ હોસ્પિટલના તબીબોએ રસિકભાઇને બચાવવાના તમામ પ્રયાસો કર્યા. પરંતુ અંતે પ્રભુને ગમ્યું તે જ થયું. તમામ પ્રયત્નો બાદ તેઓને 8મી મે ના રોજ તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરાયા હતા

 વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ