બે માદા બીવર સુરતને આપી રહી છે નવી ઓળખ
સુરત શહેરનું પ્રાણી સંગ્રહાલય હવે દેશભરમાં બીવર પ્રજનન પોઈન્ટ તરીકે જાણીતું બન્યું છે. મળતી માહિતી પ્રમાણે સુરતના પ્રાણી સંગ્રહાલયમાંથી બીવરને દેશના અન્ય સંગ્રહાલયોમાં મોકલવામાં આવી રહ્યા છે
સુરત દેશનું એકમાત્ર પરની સંગ્રહાલય છે જ્યાં બીવરનું સંવર્ધન કરવામાં આવે છે. અને તેના બચ્ચોને દેશના અન્ય શહેરોના પ્રાણી સંગ્રહાલયોમાં મોકલવામાં આવે છે
આપને જણાવી દઈએ કે વર્ષ ૨૦૦૬માં તાપી નદીમાં પુર આવ્યું ત્યારે બે માદા બીવર તણાઈને આવ્યા હતા અને ત્યારથી તેમને અહીના પ્રાણી સંગ્રહાલયમાં સાચવવામાં આવ્યા છે અને ત્યાર બાદ સુરતને આ બીવર એક નવી ઓળખ આપી રહ્યા છે
તંત્ર જણાવી રહ્યું છેકે પ્રાણી સંગ્રહાલયમાં આ બીવરને નિહાળવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.
વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ
સતત સમાચાર માટે જોતા રહો વી.આર.લાઈવ