આજે રાજ્યભરમાં તલાટી -કમ મંત્રીની પરીક્ષા
આજે રાજ્યભરમાં તલાટી -કમ મંત્રીની પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે આ પરીક્ષામાં 8.65 લાખ ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો થશે .
ગાંધીનગરના કેન્દ્રોમાં ઉમેદવારો સમયસર પહોંચ્યા હતા. તલાટીની પરીક્ષાને લઈને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે.
રાજ્યભરમાં વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ જિલ્લામાં પરીક્ષા આપવા માટે ઉમેદવારો માટે દરેક જિલ્લાઓમાં વધારાની બસો નિગમ દ્વારા દોડાવવાની સંપૂર્ણ તૈયારી કરાઈ હતી. અહી ઉલ્લેખનીય છેકે 30 જિલ્લા ના 2694 સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાજ્યભરના ઉમેદવારોને મોબાઈલ સહિતની પ્રતિબંધિત સામગ્રી વર્ગખંડમાં ન રાખવાની પણ સુચના આપવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર સહિત રાજ્યભરના કેન્દ્રોમાં ઉમેદવારોએ તંત્રએ કરેલી તૈયારીઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. ઉમેદવારો ગઈ કાલે સાંજે અને વહેલી સવારે નિગમ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાના ભાગ રૂપે ભાગ લઈને કેન્દ્ર સુધી પહોંચ્યા હતા.
અહી ઉલ્લેખનીય છેકે સ્થાનિક જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસના જવાનો કોઈ પણ ગેરરીતિ ન થાય તે અંગે સતર્ક છે અને કેન્દ્ર નજીક આવેલા તમામ ઝેરોક્ષ ની દુકાનો બંધ કરવામાં આવી છે
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઈવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ