કર્ણાટક ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે વિવાદિત ટીપ્પણી મામલો
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે અને દરેક રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે .
ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસના નેતાઓના બોલ પણ બગડ્યા હતા. વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરી હતી. આ ઉપરાંત એકબીજા પર શાબ્દિક પ્રહાર પણ કાર્ય હતા.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગેના પુત્ર અને ભાજપના નેતા બસનગૌડા વચ્ચે પણ શાબ્દિક ટીપ્પણીઓ થઇ હતી. આ મામલો ચૂંટણી પંચ પાસે પહોંચતા બંને નેતાઓ પાસે જવાબ માંગવામાં આવ્યો હતો અને ત્યાર બાદ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે તે જણાવવામાં આવ્યું હતું.
અહી ઉલ્લેખનીય છેકે ચૂંટણી પ્રચારમાં ભાજપના અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાજ્યનો અત્યારે પ્રવાસ કરી રહ્યા છે અને પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે.
હાલ કર્ણાટક વિધાનસભાનો પ્રચાર પુર જોશમાં ચાલુ છે અને દરેક રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા કમરકસી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક નેતાઓએ પોતાની પ્રચાર શક્તિ તેજ બનાવી છેતાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના રોડ શો પહેલા કલબુર્ગીમાં કેટલાક બાળકોને રોડની સાઈડમાં જોઇને તેમની તરફ ગયા હતા અને PMએ બાળકો સાથે વાતચીત કરી હતી. અને બાળકો સાથે હળવા મૂડમાં કેટલાક પ્રશ્નોના જબળ આપ્યા હતા.
વડાપ્રધાને એક બાળકને વાતચીત દરમિયાન સવાલ કર્યો કે મોટો થઈને શું બનવા માંગે છે ત્યારે તે બાળકે PMને કહ્યું કે તમારો સેક્રેટરી બનવા માંગું છું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અચંબિત થયા હતા.
અહી ઉલ્લેખનીય છેકે વડાપ્રધાન સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ અત્યારે ચૂંટણી પ્રચારમાં કર્ણાટકમાં રોડ શો કરી રહ્યા છે અને પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.
આજ રીતે કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી પણ કર્ણાટક પ્રવાસે પ્રચાર દરમિયાન ભાજપ પર ઉગ્ર પ્રહાર કાર્ય હતા. આ સાથે દરેક પક્ષના કાર્યકર્તાઓ પણ અત્યારે રાજ્યના દરેક શહેરોમાં પોતાના પક્ષમાં મતદાન થાય તે માટે પ્રયાસ કરી રહ્યા છે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.અર. લાઈવ
સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ