ઉદ્ધવ જૂથ શિવસેનાનો દાવો, અજિત પવારનું લક્ષ્ય છે સીએમ બનવાનું

0
55

ઉદ્ધવ જુથે તેના મુખપત્રમાં કર્યો દાવો

NCP પ્રમુખ શરદ પવારએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.

અજીત પવાર અંગે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી તેને લઈને ચર્ચા ચકડોળે ચડી છે.

તેમાં ઉદ્ધવ જૂથ શિવસેનાના મુખપત્રમાં દાવો કરવામાં આવ્યો છેકે અજીત પવારનું લક્ષ મુખ્યમંત્રી બનવાનું છે સાથે તેમને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે જે હાલ સાંસદ છે અને દિલ્હીમાં રહે છે તેમની પ્રસંશા કરી હતી. અને લખ્યું છે કે ભવિષ્યમાં પિતાની જેમ પુત્રીએ તેમની પાર્ટીને ઉંચાઈએ લઇ જવી જોઈએ .

અહી ઉલ્લેખનીય છેકે શરદ પવારના ભત્રીજા અજીત પવારને લઈને NCP અધ્યક્ષ બનવાની ચર્ચા વચ્ચે હવે મુખ્યમંત્રી બનવાની ચર્ચાઓ શરુ થતા મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

સાથે જ શરદ પવાર NCP અધ્યક્ષ હવે નથી ત્યારે શું તેઓ વિપક્ષના મહા ગઠબંધનમાં મોટી ભૂમિકા ભજવશે કે વડાપ્રધાન પદના દાવેદાર હશે તે આગામી સમય નક્કી કરશે પરંતુ જો આમ થશે તો PM બનવાની હોડમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અત્યારે મહેનત કરી રહ્યા છે તેમનું શું થશે તે પણ મોટો સવાલ છે .

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઈવ

સમાચારની અપડેટ માટે અમારી વેબ સાઈટ જોતા રહો