આવનારા 5 વર્ષોમાં ૧.40 કરોડ નોકરીઓને ખતરો

0
130

વર્લ્ડ ઇકોનોમિક ફોર્મ દ્વારા ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે આવનારા પાંચ વર્ષમાં ૧.4૦ કરોડથી વધુ લોકો તેમની નોકરી ગુમાવશે. વધતાં જતા આર્ટીફીશીયલ ઇન્ટેલીજેન્સનો ઉપયોગ થવાના કારણે કરોડો લોકો નોકરી ગુમાવશે. બે મુખ્ય પરિબળો એક નબળી અર્થવ્યવસ્થા અને બીજું કુર્ત્રીમ બુદ્ધી આ બે મુખ્ય જવાબદાર પરિબળો છે. ઘણી કંપનીઓ આજે ઓટોમેશન પર આગળ વધી રહી છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમે આઠસોથી વધુ કંપનીઓના સર્વે બાદ આ દાવો કર્યો છે . અને કહ્યું છે કે વર્ષ ૨૦૨7 સુધીમાં 6.90 કરોડ નવી નોકરીઓનું સર્જન કરી શકશે. અને સાથે એમ પણ કહેવાયું છે કે આવનારા સમયમાં માર્કેટમાં ઉથલપાથલ નજરે પડી શકે છે. જોવો વીઆર લાઈવ પરયુ-ટ્યુબ પર પણ મેળવો અપડેટ્સ