AMTSનું હવે સંપૂર્ણ ખાનગીકરણ!

0
163

અમદાવાદ શહેરમાં દોડતી તમામ ૮૦૦ બસોનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપાયું

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે, AMTSનું સંચાલન હવે ખાનગી કંપનીઓને સોંપી દેવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં દોડતી ૮૦૦ બસોનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપી દેવાયું છે. આમ AMTSનું હવે સંપૂર્ણ ખાનગીકરણ થઇ ગયું છે, જેથી AMTSની એક પણ બસ હવે મનપાની નથી રહી. આ ઉપરાંત, નવા બજેટની બસોનું પણ સંચાલન ખાનગી ઓપરેટરો જ કરશે. ૬ જેટલી એજન્સીઓ આ બસોનું સંચાલન કરી રહી છે. અત્યાર સુધીમાં 700થી વધુ મનપા બસના ડ્રાઈવર-કન્ડક્ટરની પણ બદલી થઈ ચૂકી છે. દર વર્ષે AMTSના કારણે AMCને રૂપિયા 325 કરોડની ખોટ થાય છે, જ્યારે ખાનગી એજન્સીઓને ફાયદો થાય છે. આ વિડંબનાનો અંત હવે તંત્ર કેવી રીતે લાવે તેના પર સૌની નજર છે.