કેરીનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 150 સુધી પહોંચ્યો

0
143

ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેથી કેરીના ભાવમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે. કેરીનો પાક નિષ્ફળ ગયા બાદ હવે અમદાવાદ સહિત તમામ બજારમાં માંગ પ્રમાણે કેરીની આવક ઓછી નોંધાઇ રહી છે. જેના કારણે કેરીના ભાવ બમણા થયા છે. કેસર કેરીનો ભાવ પ્રતિ કિલો 100થી 150 રૂપિયાએ પહોંચ્યો છે, જ્યારે રત્નાગિરી કેરીનો ભાવ 120 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. હાફૂસ કેરીનો પ્રતિ કિલો 80થી 100 રૂપિયા ભાવ નોંધાઇ રહ્યો છે. ભાવ વધવાની સાથે કેરીની ક્વોલિટી ખૂબ ખરાબ થઇ છે. હજારો મણ કેરી બગડી જવા પામી છે.