બનાસકાંઠામાં નર્મદા નહેરમાંથી ૧૫ મે સુધી મશીન વડે પાણી નીકાળવા પર પ્રતિબંધ

0
143

કેનાલનું રીપેરીંગ કામ હોવાથી પીવાના પાણીની અછત ન થાય તે માટે નિર્ણય લેવાયો

બનાસકાંઠા જિલ્લા કલેકટરે નર્મદા નહેરમાંથી તારીખ ૧૫ મે ૨૦૨૩ સુધી મશીન દ્વારા પાણી ખેંચવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. કારણ કે, રીપેરીંગ કામ હોવાથી નર્મદા મુખ્ય નહેર ૧૫ મે સુધી બંધ રહેશે. જાહેરનામાંમાં જણાવવામાં આવ્યું છે કે,  “બનાસકાંઠા જિલ્લાના થરાદ , વાવ , સુઇગામ , લાખણી અને ધાનેરા તાલુકાના 279 ગામો તથા 2 શહેરો થરાદ અને ધાનેરાનો સમાવેશ પીવાના પાણી માટે નર્મદા મુખ્ય નહેર આધારીત પાણી પુરવઠા યોજનામાં કરવામાં આવેલ છે. ખેડૂતો દ્વારા મુખ્ય કેનાલ ઉપર મશીન મૂકી અમુક કિસ્સામાં પિયત માટે પાણી ગેરયદેસર રીતે ઉપાડવામાં આવે છે. જેથી સ્ટોક ક૨વામાં આવેલ પીવાના પાણીના જથ્થામાંથી પાણી ખેંચવામાં આવે તો થરાદ, વાવ , સુઇગામ , લાખણી અને ધાનેરા તાલુકાઓમાં પીવાના પાણીની વધુ મુશ્કેલીઓ ઉભી થવાની શકયતાઓ છે. આ કારણે જિલ્લાના થરાદ , વાવ , સુઇગામ , લાખણી અને ધાનેરા તાલુકાઓમાંથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાંથી ખેડૂતો દ્વારા પોતાના મશીન મૂકીને પાણી નહીં ઉપાડવા ફરમાન કરવામાં આવ્યું છે.