તેજસ્વી યાદવ માન હાનિ કેસ, 8 મેએ સુનાવણી

0
139

ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓ સામે ફરિયાદ નોંધાવવાનો સિલસિલો યથાવત છે.રાહુલ ગાંધી વિરુધ્ધ મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીને પગલે કેસ નોંધાયો હતો.ત્યારે હવે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી.તેજસ્વી યાદવે ગુજરાતીઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. અને ગુજરાતીઓને ઠગ કહ્યાં હતાં.તેજસ્વીના આ નિવેદન અંગે હરેશ મહેતાએ તેજસ્વી યાદવ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ અંગે સોમવારે મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.કોર્ટમાં ફરિયાદીનું નિવિદન લેવામાં આવ્યું હતું, આ અંગે ફરિયાદીએ જરૂરી પુરાવા પણ આપ્યા હતા. આ કેસમાં વધુ સુનાવણી 8 મેના રોજ મેટ્રો કોર્ટમાં હાથ ધરવામાં આવશે   VR live સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ